Site icon Revoi.in

દિલ્હીની ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનનું થયું એકીકરણ – રાષ્ટ્રપતિએ કાયદાને મંજૂરી આપતા નવું નામ હશે ‘દિલ્હી નગર નિગમ’

Social Share

દિલ્હીઃ- દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનના એકીકરણનો માર્ગ મોકળો થઈ ગયો. સંસદના બંને ગૃહોમાંથી બિલ પાસ થયા બાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ કાયદાને  સંમતિ આપી દીધી છે. કેન્દ્ર સરકારે દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક કરવા માટે સંસદમાં એક બિલ રજૂ કર્યું હતું અને કહ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનથી તેની આર્થિક સ્થિતિ મજબૂત થશે.ત્યારે હવે આ બીલ પાસ કરવામાં આવી ચૂક્યું છે.

એટલે હવે થી રાજધાની દિલ્હીમાં માત્ર એક જ મ્યુનિસિપલ કોર્પોરેશન હશે. માહિતી અનુસાર, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન સુધારા અધિનિયમ, 2022 ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળી ગઈ છે.

મંગળવારે કેન્દ્ર સરકારે તેનું નોટિફિકેશન જારી કરીને લોકોને  આ મામલે જાણ કરી હતી. આ અધિનિયમનો હેતુ દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ સંસ્થાઓ – પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને એકીકૃત કરવાનો છે જે હવે “દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન” તરીકે ઓળખાશે.

ઉલ્લેખનીય છે કે સંસદ દ્વારા પસાર કરાયેલ, આ અધિનિયમને 18 એપ્રિલ, 2022 ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા સંમતિ આપવામાં આવી હતી અને આથી સામાન્ય માહિતી માટે મંગળવારે ભારતના ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જો કે, તેનો અર્થ એ નથી કે સંકલિત MCD મંગળવારથી અમલમાં આવશે કારણ કે કેન્દ્ર સરકાર તેના પર એક અલગ સૂચના બહાર પાડશે. આ કાયદાની જુદી જુદી જોગવાઈઓ માટે સરકાર દ્વારા જુદી જુદી તારીખો નક્કી કરવામાં આવી શકે છે.