Site icon Revoi.in

હવામાન વિભાગે દેશના આ રાજ્યોમાં આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી, જાણો કયા રાજ્યમાં પડશે ભારે વરસાદ

Social Share

દિલ્હીઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં જ્યા વરસાદ નહિવત જોવા મળી રહ્યો છે ત્યારે પહાડી રાજ્યોમાં સપ્ટેમ્બરની શરુઆતમાં એટલે કે આગામી 5 દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગે ચોમાસાના છેલ્લા મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી કરી છે.

હવામામ વિભાગે આપેલી માહિતી પ્રમાણે સામાન્ય રીતે, સપ્ટેમ્બરમાં 167.9 મીમી વરસાદ પડે છે જો કે આ વખતે આ મહિવા સપ્ટેમ્બરમાં 109 ટકા વરસાદની સંભાવના સેવાઈ રહી છે. 

હવામામન વિભાગે  આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે.આ સાથે આ મહિનામાં ઉત્તરપ્રદેશ, બિહારમાં પણ સારો વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સિવાય છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ સહિત ગોવા અને કેરળમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે.આ સહીત ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવનાને કારણે 4 સપ્ટેમ્બરે ઓરેન્જ એલર્ટ  પણ જાહેર કર્યું છે.

આ સાથે જ જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં પણ આગામી 2-3 દિવસ ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ 4 સપ્ટેમ્બરે દિલ્હી-એનસીઆરમાં વરસાદની સંભાવના ઓ સેવાઈ રહી છે. તો વળી પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલયમાં 3જી સપ્ટેમ્બરે ભારે વરસાદ પડવાની શક્યતાઓ  શકે છે.આ સાથે જ છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના છે