Site icon Revoi.in

હવામાન વિભાગે હિમાચલ , ઉત્તરાખંડ સહીતના 7 રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જારી કર્યું

Social Share

દિલ્હીઃ- દેશભરમાં ચોમાસાએ માજા મૂકી છે ત્યારે પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે આવી સ્થિતિમાં દેશના 7 રાજ્યોમાં આગામી દિવસોમાં હજી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર હવામાન વિભાગે  હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.હિમાચલ પ્રદેશની જો વાત કરીએ તો અહી પહેલાથી જ વરસાદના કારણ જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે.હવામાન એજન્સી અનુસાર, તેલંગાણા, મરાઠવાડા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશા, તટીય આંધ્ર પ્રદેશ, આંતરિક કર્ણાટક, કેરળમાં હળવો વરસાદ પડી શકે છે. 

માહિતી પ્રમાણે પા હરિયાણામાં પણ ચોમાસાનો વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 22 ઓગસ્ટ સુધી વરસાદની પ્રક્રિયા ચાલુ રહેવાની છે.
આ સહીત મધ્યપ્રદેશમાં પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. 20 ઓગસ્ટ, રવિવારના રોજ રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. IMD અનુસાર, રાજ્યમાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદનો સમયગાળો રહેશે. આ સાથે ગ્વાલિયર સહિત ઝોનના અન્ય જિલ્લાઓમાં 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે.