Site icon Revoi.in

વાયુસેનાના કાફલામાંથી નિવૃત્ત થશે મિગ 21, તેજસનું સ્થાન લેશે LCA માર્ક-1A

Social Share

દિલ્હીઃ- ભારતીય વાયુસેનામાંથી હવે મિગ 21 નિવૃત્ત થવા જઈ રહ્યું છે પ્રાપ્ત વિગત પ્રમાણે ઈન્ડિયન એરફોર્સ ચીફ માર્શલ વીર ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું, ‘ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર વિશ્વના ગુરુત્વાકર્ષણનું નવું આર્થિક અને વ્યૂહાત્મક કેન્દ્ર છે. આ અમને પડકારો અને તકો બંને પ્રદાન કરે છે. ભારતીય વાયુસેના તેની ક્ષમતાઓ સાથે આ પડકારોને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને આ ક્ષેત્રમાં ભારતની તાકાતને રજૂ કરવામાં પાયાનો પથ્થર બની રહેશે.

આ સાથે જ તેમણે કહ્યું કે  તેજસ ફાઈટર જેટના LCA માર્ક 1A ના 83 કન્સાઈનમેન્ટ માટે કરાર કરવામાં આવ્યો છે, ‘અમે 83 LCA માર્ક 1A માટે કરાર કર્યો હતો. અમને આવા 97 વધુ એરક્રાફ્ટ જોઈએ છે. આ સાથે અમારી પાસે 180 એરક્રાફ્ટ હશે.

તેમણે કહ્યું કે મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ 2025 સુધીમાં તબક્કાવાર કાફલામાંથી બહાર થઈ જશે. તેના બદલે એલસીએ તેજસને એરફોર્સના કાફલામાં સામેલ કરવામાં આવશે. LCA માર્ક 1Aને મિગ-21 સ્ક્વોડ્રનની જગ્યાએ સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ તે પ્રસ્તાવ છે જે અસ્તિત્વમાં છે. આ મિગ-21ની અછતની ભરપાઈ LCA માર્ક 1Aના ઇન્ડક્શનથી કરવામાં આવશે.

ભારતીય વાયુસેના ના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ મજબૂત સેનાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આપણા ક્ષેત્રમાં અસ્થિર અને અનિશ્ચિત ભૌગોલિક રાજકીય પરિદ્રશ્યને કારણે એક મજબૂત અને ભરોસાપાત્ર સેનાની જરૂરિયાત અનિવાર્ય બની ગઈ છે. આ સાથે તેમણે જણાવ્યું કે મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ હવે ભારતીય વાયુસેનાનો હિસ્સો રહેશે નહીં.  એલસીએ તેજસ એરક્રાફ્ટ તેનું સ્થઆન લેશે.

આ તેજસ એરક્રાફ્ટનું અપગ્રેડેડ વર્ઝન છે. તેમાં ઘણા આધુનિક સાધનો લગાવવામાં આવ્યા છે. અન્ય વિશેષતાઓમાં રડાર ચેતવણી રીસીવર, સ્વ-બચાવ માટે જામર પોડ અને ઘણું બધું સામેલ છે. આ એરક્રાફ્ટ એર-ટુ-એર, એર-ટુ-સર્ફેસ સ્ટ્રાઇક માટેનું સૌથી સચોટ હથિયાર છે. આ વિમાન વજનમાં પણ હલકું છે. તે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા જ બનાવવામાં આવશે. તે તેની શ્રેણીમાં સૌથી હલકું અને સૌથી નાનું મલ્ટી-રોલ સુપરસોનિક લડાયક વિમાન છે.