Site icon Revoi.in

આ વર્ષે લાખોની સંખ્યામાં લોકોને આઈટી સેક્ટરમાં મળી શકે છે નોકરી

Social Share

મુંબઈ : કોરોના વાયરસના કારણે લાખોની સંખ્યામાં લોકોની નોકરી જતી રહી છે. કેટલાક લોકો બેરોજગાર પણ થયા છે ત્યારે ખાનગી સ્ટાફિંગ સોલ્યુશન દ્વારા મહત્વની વાત કહેવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું કે, આ સેક્ટરમાં આ વર્ષે લગભગ 1.5 લાખ લોકોની ભરતી કરવામાં આવી શકે તેમ છે. દુનિયાભરમાં ટેક્નોલોજી સર્વિસની માંગ વધી રહી છે.

લગભગ 1.2 લાખ લોકોની ભરતી તો દેશની ટોપ 4 આઈટી કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજીસ અને વિપ્રોમાં કરશે. આ ચારેય કંપનીઓ દેશના સમગ્ર આઈટી સેક્ટરના કુલ રેવેન્યૂનો એક તૃતિયાંશ હિસ્સો ધરાવે છે. તે એલટીઆઈ અને માઈન્ડટ્રી જેવી મધ્યમ કદની આઈટી કંપનીઓ પણ મોટી સંખ્યામાં લોકોની ભરતી કરી શકે છે.

એક સ્ટાફિંગ સોલ્યુશન કંપની કોફાઉન્ડર દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે આઈટી સર્વિસ કંપનીઓએ પોતાના બેંચના પણ તમામ કર્મચારીઓ પાસેથી કામ લેવાનું શરૂ કરી દીધુ છે. હવે તેની પાસે નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે કર્મચારીઓની અછત છે. આઈટી કંપનીઓ બેંચ પર તે કર્મચારીઓને નાખે છે જેને કોઈ પણ પ્રોજેક્ટ પર લગાવવામાં નથી આવ્યા હોતા. એટલે કે તેને એવું સમજી શકાય કે આ કર્મચારી કંપનીના બેકઅપની જેમ હોય છે, જે અચાનકથી માંગ વધતા તેની પૂર્તી કરે છે.

જો આપણે દેશની ટોચની ચાર સોફ્ટવેર કંપનીઓ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઇન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજીસ અને વિપ્રોની વાત કરીએ તો, આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં આ કંપનીઓએ લગભગ 48,500 કર્મચારીઓની ભરતી કરી છે. હાલમાં આ ચાર કંપનીઓમાં લગભગ 11.63 લાખ કર્મચારીઓ કામ કરે છે.