Site icon Revoi.in

લાખો વર્ષો પહેલા આ મહાકાય પ્રાણીઓ ધરતી પર રહેતા હતા, આજ સુધી તેમના રહસ્યો પરથી નથી ઉચકાયો પડદો

Social Share

ડાયનાસોર વિશે તમે જાણતા જ હશો.તેઓ સામાન્ય રીતે તેમના મોટા કદ માટે જાણીતા છે.આ પૃથ્વીના સૌથી ખતરનાક અને વિશાળ જીવોમાંથી એક હતા, જે લાખો વર્ષો પહેલા પૃથ્વી પર રહેતા હતા,પરંતુ અચાનક તેઓનો અંત આવી ગયો.તેમના વિશાળ અવશેષો પૃથ્વીના દરેક ખંડ પર જોવા મળે છે.અત્યાર સુધી શોધ દરમિયાન ડાયનાસોરના ઘણા અવશેષો અને ઈંડા મળી આવ્યા છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. જો કે તે સમયે ડાયનાસોર એક માત્ર મહાકાય જીવ નહતા, પરંતુ પૃથ્વી પર અન્ય ઘણા પ્રકારના વિશાળકાય પ્રાણીઓ હતા,પરંતુ તેમનો પણ અંત આવી ગયો છે. આવો જાણીએ આ મહાકાય પ્રાણીઓ વિશે…

ડાયનાસોરના યુગમાં મગર પણ વિશાળ હતા,જે આજના સમયમાં હાજર મગરની તુલનામાં ખૂબ મોટા અને વજનદાર હતા. તેનું નામ સારકોસુક્સ હતું.એવું કહેવાય છે કે,તેઓ એટલા ખતરનાક હતા કે,ડાયનાસોરને પણ મારીને ખાઈ જતા હતા.

એવું માનવામાં આવે છે કે,આ વિશાળ મગર 30 ફૂટથી વધુ લાંબા હતા, જ્યારે તેનું વજન 3600 કિલોથી વધુ હતું.એવું કહેવાય છે કે તેમની આંખો દૂરબીન જેવી હતી અને સૌથી મહત્વની વાત એ છે કે,તેઓ રાત્રે પણ તેમના શિકારને સરળતાથી જોઈ શકતા હતા.હાલમાં તેમના વિશે સંશોધન ચાલી રહ્યું છે.

લાખો વર્ષો પહેલા ગેંડાની એક વિશાળ પ્રજાતિ રહેતી હતી, જેનું નામ પેરાસેરાથેરિયમ હતું. એવું કહેવાય છે કે,તેમની ઊંચાઈ 26 થી 40 ફૂટ સુધીની હતી, જ્યારે તેમનું વજન 15 થી 20 ટન હતું.જો કે હજુ સુધી તેમના વિશે સંપૂર્ણ માહિતી મળી નથી, તેથી વૈજ્ઞાનિકો માટે આ પ્રાણી હજુ પણ કોઈ રહસ્યથી ઓછું નથી.

એવું માનવામાં આવે છે કે,લાખો વર્ષો પહેલા આ વિશાળ પ્રાણીઓ એશિયા અને પશ્ચિમ યુરોપના વિસ્તારોમાં રહેતા હતા,પરંતુ હવામાન પરિવર્તન અને નીચા પ્રજનન દરને કારણે, પૃથ્વી પરથી તેમનું અસ્તિત્વ કાયમ માટે સમાપ્ત થઈ ગયું.