Site icon Revoi.in

માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા સંસ્થાઓને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’  ‘લોગો’ પ્રદર્શિત કરવાના નિર્દેશ આપ્યા

Social Share

 

દિલ્હીઃ- કેન્દ્ર સરકારેવિતેલા દિવસને  બુધવારે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાને ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના અભિયાનના ભાગરૂપે એક ખાસ નિર્દેશ જારી કર્યો છે, આ નિર્દેશ હેઠળ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો ‘લોગો’ તમામ મીડિયા સંસ્થાનોએ પ્રદર્શિત કરવાનું કહેવામાં આવ્યું છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ મામલે જણાવ્યું હતું કે, ખાનગી મીડિયાએ ભારતની દેશભક્તિની ભાવના અને રાષ્ટ્રીય સિદ્ધિઓની ઉજવણીમાં સતત અગ્રણી ભૂમિકા ભજવી છે. ભારતના સમૃદ્ધ ઈતિહાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધતાથી નાગરિકોને વાકેફ કરવા માટે ઉજવણીના સમયગાળા દરમિયાન ‘લોગો’નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉલ્લેખની છે કે ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અભિયાન હેઠળ સમગ્ર દેશમાં ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આ માટે ઠેર ઠેર તૈયારીઓ અત્યારથી જ શરુ કરાઈ ચૂકી છે,75 વર્ષ પુરા થવા પર દેશમાં જશ્નનો માહોલ થવા જઈ રહ્યો છે

આ અભિયાન આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ભવ્ય ઈતિહાસ અને છેલ્લા 75 વર્ષમાં સામાજિક-સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક પ્રગતિની સફરની ઉજવણી કરી રહ્યું છે. ‘અમૃત મહોત્સવ’ આ વર્ષે 12 માર્ચે શરૂ થયો હતો અને 15 ઓગસ્ટ, 2023ના રોજ સમાપ્ત થશે.