Site icon Revoi.in

રમત મંત્રાલયે કર્યો SOPમાં ફેરફાર, પ્રેક્ષકો મેદાનમાં જઈને માણી શકશે મેચની મજા

Social Share

દિલ્લી: કોરોનાવાયરસ મહામારીના આવ્યા બાદ દુનિયામાં લોકોનું ઘરનું બહાર નીકળવું હરામ થઈ ગયુ છે. લોકો ઘરે રહીને ટીવી જોવે પણ કેટલો સમય માટે જોવે.. તો હવે તે સમય બદલાવા જઈ રહ્યો છે કારણે કે દેશમાં ખેલ મંત્રાલયે રમતગમતને ફરી ધમધમાટ કરવા માટે તેમની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર એટલે કે એસ.ઓ.પીમાં બદલાવ કર્યો છે.

આ બદલાવમાં એ વાતની જાહેરાત કરવામાં આવી છે કે સ્ટેડિયમમા ફુલ ક્ષમતાના ૫૦ ટકા સુધીના પ્રેક્ષકોને આઉટડોર સ્પોર્ટ્સ દરમ્યાન પ્રેક્ષકોને એન્ટ્રી આપી શકાશે. આમ હવે છેલ્લા ઘણા સમયથી ટીવીમાં મૅચ માણીને કંટાળી ગયેલો ચાહકો સ્ટેડિયમમાં જઈને મૅચ માણી શકશે. આ જાહેરાત બાદ ઇંગ્લૅન્ડની આગામી સિરીઝ ક્રિકેટપ્રેમીઓ સ્ટેડિયમમાં જઈને માણી શકશે.

મહત્વનું છે કે કોરોનાવાયરસની મહામારીના કારણે વિશ્વમાં તમામ પ્રકારના સ્પોર્ટસ એક્ટિવીટી બંધ થઈ ગઈ હતી અને તેના કારણે લોકો ઘરમાં રહીને વધારે કંટાળી ગયા છે. લોકો ઘરે રહી રહીને પણ કેટલી મેચ જોવે અને એ પણ જુની મેચ.

સરકાર દ્વારા આ બાબતે થોડી છૂટછાટ તો આપવામાં આવી છે પરંતુ કોરોનાવાયરસને લઈને સરકારે લોકોને હજુ પણ સતર્ક રહેવા માટે સૂચના અને સલાહ આપી છે. થોડા દિવસો પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતુ કે જ્યાં સુધી વેક્સિન નહી ત્યાં સુધી કોઈ નરમ વલણ નહી.