Site icon Revoi.in

હિટમેન સાથે ગેરવર્તણૂક: મુંબઈમાં ચાહકે રોહિત શર્માનો હાથ ખેંચ્યો!

Social Share

મુંબઈ, 5 જાન્યુઆરી 2026: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે કારણ તેની રમત નહીં પણ તેના ચાહકોનું અશોભનીય વર્તન છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં બે યુવા ચાહકો રોહિત શર્મા સાથે ગેરવર્તણૂક કરતા જોવા મળી રહ્યા છે, જેના કારણે રોહિતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

મળતી વિગતો અનુસાર, રોહિત શર્મા પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તાની બાજુમાં ઉભેલા ચાહકોને જોઈને તેમણે કાચ નીચે ઉતારી હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. આ દરમિયાન એક ચાહકે પહેલા રોહિત સાથે હાથ મિલાવ્યો હતો, પરંતુ ત્યારબાદ તરત જ બે યુવકોએ રોહિતનો હાથ જોરથી ખેંચવાનું શરૂ કર્યું હતું અને બળજબરીથી સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો.

ચાહકોના આ અણધાર્યા અને આક્રમક વ્યવહારથી રોહિત શર્મા સ્પષ્ટપણે અસહજ અને નિરાશ જણાયા હતા. તેમણે તરત જ ચાહકોને ચેતવણી આપી હતી અને સુરક્ષાના કારણોસર કારની બારીનો કાચ બંધ કરી દીધો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર ચાહકોની મર્યાદાને લઈને મોટી ચર્ચા છેડાઈ છે.

આ પણ વાંચોઃ ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં ખટાશ: બાંગ્લાદેશે IPLના પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ

Exit mobile version