Site icon Revoi.in

જાફરાબાદની લાપતા બોટસહિત 8 ખલાસીઓની ભાળ મળતા થયો હાશકારો

Social Share

પોરબંદર: મિની વાવાઝોડમાં ગાયબ થયેલી જાફરાબાદની લાપતા બોટની ભાળ મળી છે. બે દિવસ પહેલા દરિયામાં ફૂંકાયેલા પવનથી બોટ ડૂબી હોવાની આશંકા હતી. પણ હવે બોટ મળી આવતા હાશકારો થયો છે. આ બોટમાં સવાર 8 ખલાસી સંપર્ક વિહોણા થયા હતા. જેથી માછીમારો ચિંતાતુર હતા. પરંતુ આઠેય માછીમારો હવે જીવંત હોવાથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો.

એન્જિન ખરાબ હોવાને કારણે ખલાસીઓએ બોટ મહારાષ્ટ્રના દરિયા કિનારે લાંગરી દીધી હતી. ત્યારે વાતાવરણ હળવુ બનતા તેમનો સંપર્ક થયો હતો. બોટ એસોસિએશન પ્રમુખે 8 ખલાસી અને બોટ સલામત હોવાની માહિતી તંત્રને આપી છે. જેથી, જાફરાબાદ સહિતના માછીમારોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે અત્યારે બંગાળની ખાડીમાં પણ જવાદ નામનું તોફાન આવી રહ્યું છે. આ કારણોસર લોકોને ત્યાં પણ સતર્ક કરી દેવામાં આવ્યા છે અને માછીમારોને દરિયો ખેડવાની પણ ના પાડી દેવામાં આવી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર તે સ્થળ પર ભારે ગતિથી પવન ફૂંકાઈ શકે છે અને સાથે લોકોને સલામત સ્થળે ખસી જવાનું પણ કહેવામાં આવ્યું છે.