Site icon Revoi.in

સ્ટીમ લેતી વખતે પાણીમાં આ વસ્તુઓ મિક્સ કરો,શરદી અને ફ્લૂથી રાહત આપવાનું કરશે કામ

Social Share

શિયાળાની ઋતુનું ધીરે ધીરે આગમન થઈ રહ્યું છે.આ ઋતુમાં લોકોને વારંવાર શરદી અને ઉધરસ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.આવી સ્થિતિમાં તમે ઉકાળેલા પાણીમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરી સ્ટીમ લઇ શકો છો. જે શરદીમાં ઝડપી રાહત આપવાનું કામ કરશે

ફુદીનાના પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ધરાવે છે. તે બંધ નાક ખોલવાનું કામ કરે છે. તેના માટે તમે સ્ટીમ વોટરમાં ફુદીનાના તેલના 2 થી 3 ટીપાં નાખી શકો છો. તેનાથી તમને શરદી અને ફ્લૂમાં રાહત મળશે.

તમે તુલસીના કેટલાક પાનને પાણીમાં પણ નાખી શકો છો. તુલસીના પાનને પાણીમાં નાંખો અને તેને ઉકાળો. ત્યાર બાદ સ્ટીમ લો. તે બંધ નાક ખોલે છે. આ પાંદડાઓમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-એલર્જિક ગુણ હોય છે.

તમે સ્ટીમ વોટરમાં 1 થી 2 ચમચી અજમા નાખી શકો છો. તેમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટ્રી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. તે શરદી અને ઉધરસમાંથી ઝડપી રાહત આપવાનું કામ કરશે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી