Site icon Revoi.in

મોર્ડના એ ફાઈઝર વેક્સિન નિર્માતા કંપની સામે કેસ દાખલ કર્યો – પેટેન્ટ ચોરી કરવાનો લગાવ્યો આરોપ

Social Share

દિલ્હી – દેશભરમાં કોરોનાની વેક્સિનને લઈને ઘણી સફળતા મળી છે, જો કે હવે વેક્સીન બનાવતી કંપનીઓ મોડર્ના અને ફાઈઝર-બાયોએનટેક સામસામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મોડર્ના એ ફાઈઝર પર આરોપ લગાવ્યો છે કંપનીએ આરોપ લગાવ્યો કે ફાઈઝરએ પોતાની પેટન્ટની ચોરી કરીને વેક્સિન બનાવી છે.

આ સાથે જ બન્ને કંપની વચ્ચેની માથાકૂટ હવે કોર્ટ સુધી પમ પહોંચી ચૂકી છે. મોડર્નાએ આ મામલે અમેરિકા અને જર્મનીની કોર્ટમાં ફાઈઝર વિરુદ્ધ કેસ  નોંધ્યો છે. મોર્ડનાનું કહેવું છે કે ફાઈઝર બાયોએનટેક એ કોરોના વાયરસ સામે જે m-RNA વેક્સીન બનાવી છે તે મોર્ડનાની ટેક્નોલોજીની નકલ કરીને બનાવવામાં આવી છે.

મોર્ડનાએ કહ્યું કે કોરોના કાળના એક દાયકા પહેલા તેણે આ ટેક્નોલોજીને ઈજાદમાં એક અબજ ડોલર ખર્ચ કર્યો હતો. મોર્ડનાએ કહ્યું કે તેણે પેટેન્ટ પણ કરવાયા હતી. જો કે, કોરોના વાયરસ માર્કેટના સમય દરમિયાન ફાઈઝરે તેની ટેક્નોલોજીની ચોરી અને તેની વેક્સિન બનાવી તેને ઉતારી.

મોર્ડના કંપનીએ આરોપમામ જણાવ્યું છે કે ફાઈઝરે પોતાની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રસી બનાવી છે જે 2010 અને 2016 ની વચ્ચે પેટન્ટ કરવામાં આવી હતી. વદુમાં આરોપ છે કે ફાઈઝર એ આ રીતે રસી બનાવવા માટે કોઈ પણ પ્રકારની તેમ ના પાસે મંજૂરી લીધી નથી.