Site icon Revoi.in

ખેડૂતો માટે મોદી કેબિનેટનો મોટો નિર્ણય, ફર્ટીલાઈઝર સબસિડી માટે એડીશનલ 28655 કરોડની જાહેરાત

Social Share

દિલ્હી:મોદી કેબિનેટની મહત્વની બેઠક મળી હતી. ત્યારે આ બેઠકમાં ફાસ્પેટિક અને પોટેશિક ફર્ટીલાઈઝર માટે એડીશનલ 28655 કરોડની સબસિડીની જાહેરાત  કરવામાં આવી.આ સિવાય એપ્લાઇટેડે સૈનિક સ્કૂલ અંગે કેબિનેટે મોટી જાહેરાત કરી છે.સૈનિક સ્કૂલ સોસાયટીના નામે એપ્લાઇટેડે સૈનિક સ્કૂલ ખોલવાનો કેબિનેટમાં નિર્ણય લેવાયો હતો. તે હાલની સૈનિક શાળાથી અલગ હશે.

કેબિનેટની બેઠકમાં 2025-26 ના નાણાકીય વર્ષ સુધી સ્વચ્છ ભારત મિશન (શહેરી) ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત મિશન 2.0 હેઠળ 1 લાખ 41 હજાર 600 કરોડનું ફંડ બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રથમ તબક્કા કરતાં 2.5 ગણી વધારે છે. સ્વચ્છ ભારત મિશન 2.0 હેઠળ સરકારે ભારતને સંપૂર્ણપણે ખુલ્લામાં શૌચમુક્ત બનાવવાનો નિર્ણય કર્યો છે. જ્યાં વસ્તી 1 લાખથી ઓછી છે, તે શહેરોને પણ આમાં સમાવવામાં આવ્યા છે.

પીએમ મોદીની અધ્યક્ષતાવાળી બેઠકમાં અમૃત યોજના હેઠળ ગંદાપાણીના વ્યવસ્થાપન અંગે નવું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત મિશન 2.0 માટે 141600 કરોડની જાહેરાત કરવામાં આવી છે. આમાં કેન્દ્રનું યોગદાન 36,465 કરોડ છે. પ્રથમ તબક્કો નાણાકીય વર્ષ 2021-22 થી નાણાકીય વર્ષ 2025-26 માટે છે. આ માટે સરકારે 62,009 કરોડના ફંડની જાહેરાત કરી હતી.

સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેંચણીની વાત કરીએ તો જે શહેરમાં વસ્તી દસ લાખથી વધુ હોય, ત્યાં આ વહેંચણી 25:75 ના ગુણોત્તરમાં હશે. આ વહેંચણી 1-10 લાખના શહેર માટે 33:67 ના પ્રમાણમાં, 1 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરો માટે 50:50, કેન્દ્રશાસિત પ્રદેશો માટે 100: 0 ટકા જ્યાં વિધાનસભા બેઠક નથી અને આવામાં કેન્દ્રશાસિત પ્રદેશો જ્યાં વિધાનસભાની બેઠક છે, કેન્દ્ર અને રાજ્યનો હિસ્સો 80:20 ના ગુણોત્તરમાં હશે.