Site icon Revoi.in

મોદી સરકારની નારીશક્તિને મોટી ભેટ- આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં વઘુ જોડાય તે હેતુસર 1625 કરોડની રકમ ફાળવાઈ

Social Share

 

દિલ્હીઃ-દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ મહિલાઓને ખાસ ભેટ આપી છે, આજે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આત્મનિર્ભર નારી-શક્તિ કાર્યક્રમ જોડાયા હતા, આ દરમિયાન તેમણે ઉદ્યોગસાહસિકો માટે  એક મોટી રકમની જાહેરાત કરી છે.

મળતી માહિતી પ્રમાણે પીએમ મોદીએ રુપિયા 1625 કરોડની રકમ જારી કરી. પીએમ મોદીએ દીનદયાળ અંત્યોદર યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે સંકળાયેલી સ્વ-સહાયતા સમૂહોના મહિલા સભ્યો સાથે વાતચીત કરી હતી અને દેશને સંબોધિત કર્યો હતો.

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મહિલાઓને ઉદ્યાગશ્રેણીમાં વધુને વધુ પ્રોત્સાહિત કરવા માટે અને તેમાં જોડાવવા માટે તથા આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં વધુ મહિલાઓની ભાગીદારી માટે આ સહાય આપવામાં આવી રહી છે.

આ માટે ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા ઉદ્યોગસાહસિકો હોય, મહિલા કિસાન ઉત્પાદક સંઘ હોય કે પછી બીજી સ્વયં સહાયતા સમૂહ, બહેનોના આ પ્રકારના હજારો લાખો સમૂહો માટે 1600 કરોડ રુપિયાથી વધુની રકમ આપવામાં આવી છે.

તેમણે મહિલાઓની સાહસિકતાના વખાણ કરતા કહ્યું કે, સમગ્ર કોરોનાકાળ દરમિયાન જે રીતે આપણી  બહેનોએ પોતે  સહાયતા સમૂહોના માધ્યમથી દેશવાસીઓની સેવા કરી છે તે અભૂતપૂર્વ યોગદાન કહી શકાય છે. બહેનાઓ કોરોના કાળમાં માસ્ક બનાવવાથી લઈને સેનેટાઈઝર હોય કે અનેક જરૂરીયાતમંદો સુધી ભોજન પહોંચાડવાનું કાર્ય હોય, જેમાં દરેક સમૂહોનું યોગદાન સરહાનિય છે.