Site icon Revoi.in

દેશમાં મંકીપોક્સનો કહેર – રાજધાની દિલ્હીમાં નોંધાયો બીજો કેસ, 33 વર્ષિય યુવક સંક્રમિત

Social Share

દિલ્હીઃ- દેશભરમાં મંકીપોક્સનો કહેર વર્તાઈ રહ્યો છે વધતા જતા કેસોને લઈને કેન્દ્ર પ મસતર્ક બન્યું છે અને ટાસ્ક ફોર્સની રચના કરી છે જો કે આ સ્થિતિ વચ્ચે દિલ્હીમાં બીજો મંકીપોક્સનો કેસ નોંધાયો છે.

જાણકારી પ્રમાણે દિલ્હીનો રહેવાસી નાઈઝીરીયન 35 વર્ષના યુવકમાં આ વાયરસની પૃષ્ટિ કરવામાં આવી છે.જો કે તેણે તાજેતરમાં કોઈ પણ પ્રકારની વિદેશ યાત્રા કરી નથી છત્તા પણ તે મંકીપોક્સનો શિકાર થયો છે દિલ્હીમાં આ બીજો મંકીપોક્સનો કેસ છે.

હાલ મંકીપોક્સ સંક્રમિત વ્યક્તિને સારવાર માટે દિલ્હી સરકાર સંચાલિત નોડલ હોસ્પિટલ એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.સંક્રમિત વ્યક્તિને છેલ્લા પાંચ દિવસથી શરીર પર ઉૂલ્લીઓ ઉપસી આવી હતી અને સત  તાવ આવવાના લક્ષણો જોવા મળ્યા હતા.

આ લક્ષણો  બાદ શંકાના આધારે તેના સેમ્પલ પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા હતા. એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે સોમવારે સાંજે આ વ્યક્તિનો રિપોર્ટ આવ્યો હતો જેમાં તે મંકીપોક્સ થી સંક્રમિત હોવાની પૃષ્ટી થઈ છે.