Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીઃ વલસાડ અને નવસારીમાં વરસાદ

Social Share

સુરત : ચાલુ વર્ષે અઠવાડિયા પહેલા ચોમાસા ઋુતુનો વિધિવત પ્રારંભ થયો છે. સામાન્ય રીતે દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં મુંબઈ કે સૌરાષ્ટ્રમાંથી વરસાદની ઍન્ટ્રી થાય છે જાકે ચાલુ વર્ષે વલસાડથી દક્ષિણ ગુજરાત સહિત રાજયમાં મેઘરાજાનું ધમાકેદાર રીતે આગમન થયું છે. વલસાડ અને નવસારી જિલ્લામાં વાદળ છવાયા વાતાવરણ વચ્ચે બુધવારે સવારેથી જ ધોધમાર વરસાદ તુટી પડતા અનેક તાલુકા પાણીથી તરબોળી ઉઠ્‌યા હતા. તો સુરત શહેર જિલ્લામાં પણ છુટોછવાયો વરસાદ નોંધાયો હતો.

વિતેલા ચોલીસ કલાકની વાત કરવામાં આવે તોવલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જયારે સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના જલાલપોરમાં ૧૦૩ મી.મી (ચાર ઈંચ), નવસારીમાં ૬૨ મી.મી (અઢી ઈંચ), વલસાડના કપરાડામાં ૫૩ મી.મી (બે ઈંચ), ઉમરગામ, ધરમપુર, પારડી, વાપીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો જયારે સુરત જિલ્લામાં સામાન્યથી છુટોછવાયો વરસાદ નોંધાયો છે.મોન્સુનના આગમન વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમા્‌ં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. તો બીજી તરફે ચોમાસા ઋુતુની રાહ જાતા ખેડુતોમાં ખુશીની લહેર છવાઈ હતી. ખેડુતો હવે ડાંગર, નાગલી, તુવેર, અડદ જેવા ધાન્યશ્વપાકોની વાવણી કાર્ય શરુ કરવાની તૈયારીઓ કરી રહ્ના છે.

મુંબઈને ધમરોળીયા બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની વિધિવત પધારમણી થઈ ચુકી છે.ગઈકાલે વલસાડ જિલ્લામાંથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાઍ ધમાકેદાર ઍન્ટ્રી થવાની સાથે વલસાડ જિલ્લો પાણીથી તરબોળી ઉઠ્‌યો હતો. નવસારી જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો હતો. સુરત શહેર જિલ્લામાં પણ ગઈકાલે સાંજે ભારે પવન ફુંકાવાની સાથે વરસાદશ્વમય માહોલ સર્જાયો હતો અને ધોધમાર વરસાદ તુટી તેવી શકયતા વચ્ચે મેઘરાજાઍ હાથ તાળી આપી હતી.બુધવારે સવારે છ વાગ્યાથી ગુરુવારે સવારે છ વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં પડેલા વરસાદની જિલ્લા કલેકટર કચેરીઓના ફ્લડ કંટ્રોલમાંથી મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લામાં ઉમરગામમાં ૧૬, કપરાડામાં ૫૩, ધરમપુરમાં ૧૫, પારડીમાં ૧૫, વલસાડમાં ૪ અને વાપીમાં ૧૬ મી.મી પડ્યો હતો. નવસારી જિલ્લામાં નવસારીમાં ૬૨ મી.મી, જલાલપોરમાં ૧૦૩ મી.મી અને ચીખલીમાં ૫ મી. મી પડ્યો હતો. જયારે સુરત જિલ્લામાં ચોયાર્સીમાં ૩, ઓલપાડમં ૨ અને સુરત સીટીમાં ૩ મી.મી પડ્યો હતો, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે સવારે પણ છુટોછવાયો વરસાદ નોધાયો હતો.