Site icon Revoi.in

ગુજરાતમાં ચોમાસુ જામ્યુઃ 40 તાલુકામાં વરસાદ નોંધાયો, વડોદરાના સિનોરમાં 2 ઈંચ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે દરમિયાન 24 કલાકમાં 40 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વડોદરાના સિનોરમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે 126 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. સવારે 10 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 61 ટકા જેટલો વરસાદ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કચ્છ ઝોનમાં 105 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 36.40 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગે આગામી 3 દિવસ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. નાગરિકોને પણ દરિયાકાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે. 26 જુલાઈથી વરસાદનું પ્રમાણ ઓછું થશે, કેટલાક સ્થળે સામાન્ય વરસાદ રહેશે. 26 જુલાઈથી વરસાદનું પ્રમાણ ઓછું થશે, કેટલાક સ્થળે સામાન્ય વરસાદ રહેશે.

ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. જેના કારણે જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સારો વરસાદ વરસ્યો હોવાથી ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે. તેમજ લાખો હેકટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.

(Photo-File)

Exit mobile version