Site icon Revoi.in

સંસદનું ચોમાસું સત્ર જુલાઇમાં યોજાશે, સંસદીય સમિતિઓનું કામકાજ 16 જૂનથી થઈ શકે છે શરૂ

Social Share

દિલ્હી : સંસદનું ચોમાસું સત્ર જુલાઈમાં શરૂ થશે અને સંસદીય સમિતિઓનું કામ 16 જૂનથી શરૂ થવાની સંભાવના છે. જો સૂત્રોનું માનીએ તો, પબ્લિક એકાઉન્ટ્સ કમિટીની બેઠક 16 જૂને બોલાવવામાં આવી છે અને શ્રમ બાબતો અંગેની સંસદીય સમિતિ 23 જૂને બેઠક કરશે.

સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ પટેલે મંગળવારે કહ્યું હતું કે, કોવિડ -19 ની બીજી લહેર વચ્ચે સરકારને આશા છે કે, સંસદનું ચોમાસું સત્ર જુલાઇના સામાન્ય સમયપત્રક મુજબ શરૂ થશે.

ગયા વર્ષે કોરોના સંકટને કારણે સંસદનું ચોમાસું સત્ર સામાન્ય રીતે જુલાઈમાં શરૂ થાય છે,તે સપ્ટેમ્બરમાં શરૂ થયું હતું.તેથી સંસદના ત્રણ સત્રોમાં કટોતી કરવામાં આવી અને ગયા વર્ષે શિયાળુ સત્ર રદ કરવું પડ્યું હતું.

કોવિડને કારણે સંસદીય સમિતિઓની બેઠકો પણ મુલતવી રાખવામાં આવી હતી. તેમછતાં કેટલાક સાંસદોએ વર્ચુઅલ મીટિંગની માંગ કરી હતી, તેમ છતાં બંને પૂર્વધિકારીઓએ સમિતિની કાર્યવાહીની ગુપ્તતા જાળવવાનો ઇનકાર કરી દીધો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ચોમાસુ સત્રનું આયોજન કરવા માટેની વિધિઓ હજી ચર્ચામાં છે. સંસદની સમિતિઓની બેઠક પણ જૂનના ત્રીજા અઠવાડિયાથી શરૂ થવાની સંભાવના છે.

વહીવટીતંત્ર જુલાઇમાં ચોમાસું સત્ર યોજવાનો વિશ્વાસ રાખે છે કારણ કે મોટાભાગના સાંસદો, લોકસભા અને રાજ્યસભા સચિવો અને અન્ય સંબંધિત પક્ષોના મોટાભાગના કર્મચારીઓને કોરોનાવાયરસ રસીની ઓછામાં ઓછી એક માત્રા મળી ચુકી છે.

Exit mobile version