Site icon Revoi.in

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈ થી 11 ઓગ્સટ 2023 સુધી ચાલશે – વિપક્ષ કરી શકે છે હોબાળો

Social Share

દિલ્હીઃ- સંસદના ચોમાસા સત્રને લઈને અગાઉ સમાચાર આવ્યા હતા કે જુલાઈની 11 તારીખથી શરુ થઈ શકે છે જો કે આજરોજ સંસંદના ચોમાસા સત્રના આરંભને લઈને સચોટ માહિતી આપવામાં આવી છે કે સત્ર ક્યારથી શરુ થશે અને ક્યા સુધી ચાલશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ આ બબાતે ટ્વીટ કરીને માહિતી શેર કરી છે અને કહ્યું છે કે , “સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈ 2023થી શરૂ થશે અને 11 ઓગસ્ટ 2023 સુધી ચાલશે. તમામ પક્ષોએ ચોમાસુ સત્ર દરમિયાન કાયદાકીય કાર્ય અને અન્ય વિષયો પર અર્થપૂર્ણ ચર્ચામાં યોગદાન આપવું જોઈએ.

આ સાથે જ તેમણે કહ્યું કે , “હું તમામ પક્ષોને સત્ર દરમિયાન વિધાનસભા અને સંસદના અન્ય કામકાજમાં રચનાત્મક યોગદાન આપવા અપીલ કરું છું,” નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર સામે મોરચો માંડવાનું શરૂ કરી દીધો છે.