Site icon Revoi.in

ચોમાસાનું થશે આગમન- આગામી 48 કલાકમાં કેરળમાં ચોમાસુ આપશે દસ્તક

Social Share

દિલ્હીઃ- દેશભરના અનેક વિસ્તારોમાં કાળઝાર ગરમી બાદ હવે વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં કેરળમાં ચોમાસું દસ્તક આપશે તેવી આગાહી કરી છે.ઉલ્લેખનીય છે કે ભરગરમીમાં પમ દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટાઓ જોવા મળ્યા હતા.

ભારતીય હવામાન વિભાગે તાજેતરના અપડેટમાં કહ્યું છે કે ચોમાસું આગામી 48 કલાકમાં કેરળમાં દસ્તક આપી શકે છે. હવામાન વિભાગનું ચોમાસા અંગે કહેવું છે કે આગામી 48 કલાકમાં કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.

હવામાન વિભાગે આ અગાઉ  રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દક્ષિણ અરબી સમુદ્ર પર પશ્ચિમી પવનો વધવાથી સ્થિતિ અનુકૂળ બની રહી છે. ઉપરાંત, પશ્ચિમી પવનોની ઊંડાઈ ધીમે ધીમે વધી રહી છે અને 4 જૂને પશ્ચિમી પવનોની ઊંડાઈ સરેરાશ દરિયાની સપાટીથી 2.1 કિમી સુધી પહોંચી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે ચોમાસું રવિવારે કેરળમાં પહોંચવાનું હતું, પરંતુ તે શરૂ થયું ન હતું અને ભારતીય હવામાન વિભાગે વધુ ત્રણથી ચાર દિવસ વિલંબની આગાહી કરી હતી. દક્ષિણપશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂને આવે છે અને સાત દિવસ વહેલું અથવા સાત દિવસ પછી શરૂ થઈ શકે છે.ત્યારે હવે આગામી 2 દિવસમાં કેરળના લોકોને ગરમીમાં રાહત મળશે અને ચોમાસાનું આગમન થશે.

હવામાન વિભાગના નિષ્ણાંતોના જણા્વ્યા પ્રમાણે ચોમાસાની શરૂઆતમાં આ વિલંબથી દેશમાં ખરીફની વાવણી અને કુલ વરસાદને અસર થવાની શક્યતા નથી,  દક્ષિણપૂર્વ ચોમાસું ગયા વર્ષે 29 મે, 2021ના રોજ કેરળ પહોંચ્યું હતું ત્યારે હવે અહી 10 જૂનથી સોમાસુ શરુ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.