Site icon Revoi.in

મૂળી-સરા રોડની બિસ્માર હાલત, ઠેર ઠેર ખાડાઓથી વાહન ચાલકો પરેશાન

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લના મૂળી સરા રોડ ચાર વર્ષ પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચ રોડ નવો બનાવવામાં આવ્યો હતો પરંતુ આ રોડ બન્યાને થોડો સમય માંડ થયો હતો ત્યાં જ ઠેરઠેર ખાડાઓ પડી ગયા હતા. જેથી અકસ્માતના બનાવો બનતા હોવાથી જવાબદાર તંત્ર દ્વારા ગંભીર અકસ્માત સર્જાય પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વાહન ચાલકો માગ કરી રહ્યા છે.મૂળી સરા રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે. આ રોડને મરામત કરવાની માગ ઊઠી છે.

સૂત્રોના જમાવ્યા મુજબ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાખોનાં ખર્ચે અંદાજે 35 કિમી રોડ ચાર વર્ષ પહેલાં જ નવો બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ રોડ બન્યાને થોડા મહિનામાં  રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હતા. જ્યારે આ રસ્તા પર મૂળી તાલુકાનાં મોટાભાગનાં ગામને જોડતો માર્ગ હોવાથી સતત ટ્રાફિક રહે છે. આ રોડ પર ઠેર ઠેર ખાડાઓ અને નાળા પર મોટી કડો હોવાથી વાહન ચાલકોને ભારે હાલકી ભોગવવી પડે છે. તેમજ હાલ પરિસ્થિતિ ખૂબ જ વધારે ખરાબ જોવા મળી રહી છે. અવાર નવાર અકસ્માત સર્જાય છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વાહન ચાલકો માગ કરી રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ રોડ પર છેલ્લાં ઘણા સમયથી ખાડાઓ પડી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે આ રોડ બન્યાને થોડા સમયમાં જ તૂટી ગયો હતો તેમ છતાં ખાડાઓનું  પુરાણ કરવામાં આવ્યુ નથી.અને નાળાપર પણ મોટી કડ હોવાથી અનેક વખત અકસ્માત સર્જાય છે ત્યારે આગામી સમયમાં કોઇ મોટી ધટનાં બને તે પહેલા યોગ્ય કરાય તેવી અમારી માગ છે.