Site icon Revoi.in

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજારથી વધુ કેસ નોંધાયા -એક્ટિવ કેસમાં ઘટાડો

Social Share

 

દિલ્હીઃ- વિતેલા વર્ષના આરંભથી શરુ થયેલી કોરોના મહામારી આજે પણ વર્તાઈ રહી છે,દેશભરમાં છૂટાછવાયા કેસો નોંધાઈ રહ્યા છે,કોરોના હજી પણ સંપૂર્ણ પણે ગયો નથી ,જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશભરમાં 10 હજાર 302 કેસ સામે આવ્યા છે,આ સાથે જ દેશભરમાં કોરોનાની કુલ સંખ્યા 3 કરોડ 44 લાખ 99 હજારને 900 જેટલી થી ચૂકી છે.જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો મૃત્યુ પામનારાઓની સંખ્યા 267 નોંધાઈ છે.

કેન્દ્રીય મંત્રાલયે રજૂ કરેલા આંકડાઓ પ્રમાણે સક્રિય કેસની કુલ સંખ્યા 1 લાખ 24 હજાર 868 નોંધાઈ છે, જે છેલ્લા 531 દિવસમાં સૌથી ઓછી કહી શકાય છે. સક્રિય કેસનું કુલ સંક્રમણ એક ટકા કરતા ઓછુ છે. હાલમાં તે 0.36 ટકા નોંધાયુ છે, જે માર્ચ 2020 પછી સૌથી નીચો દર કહી શકાય છે.

દેશમાં રિકવરી રેટની વાત કરવામાં આવે તો તે 98.29 ટકા નોંધવામાં આવ્યો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 11હજાર 787 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ, 39 લાખ, 09 હજાર, 708 લોકોએ આ મહામારીને માત આપી છે.

દેશમાં સાપ્તાહિક સકારાત્મકચા દર 0.93 ટકા નોંધવામાં આવ્યો છે, જે છેલ્લા 57 દિવસથી બે ટકાથી નીચે રહ્યો છે. દૈનિક સકારાત્મકતા દર પણ 0.96 ટકા નોંધવામાં આવ્યો છે.આ સાથે જ સક્રિય કેસો ઘટતા જોવા મળી રહ્યા છએ જે એક સારી બાબત કહી શકાય છે.

Exit mobile version