Site icon Revoi.in

 ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 192 કરોડથી વધુ ડોઝ અપાયા

Social Share

દિલ્હી:દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે.છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોવિડ સંક્રમણના કેસો ચિંતાનો વિષય બની રહ્યા છે. એક જ દિવસમાં કોરોનાના 2,593 નવા કેસ નોંધાયા છે.આ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 192.74 કરોડથી વધુ કોવિડ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે.

મંત્રાલયે માહિતી આપી હતી કે,19.93 કરોડ (19,93,69,660) કરતાં વધુ કોવિડ-19 રસીના ડોઝ હજુ પણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે.કેન્દ્ર સરકાર કોવિડ-19 રસીકરણની ગતિને વેગ આપવા અને સમગ્ર દેશમાં તેનો વ્યાપ વિસ્તારવા માટે પ્રતિબદ્ધ છે.દેશવ્યાપી COVID-19 રસીકરણ 16 જાન્યુઆરી 2021 ના ​​રોજ શરૂ થયું હતું.

આ આંકડા દર્શાવે છે કે કોરોનાની નવી લહેરમાં યુવાનો અને બાળકો વધુ શિકાર બની રહ્યા છે. આ એવા લોકો છે જેમને કાં તો રસી આપવામાં આવી નથી અથવા ત્રીજો ડોઝ લીધો નથી. ભારતમાં 10 જાન્યુઆરીથી 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને કોરોના રસીના બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 60 વર્ષથી વધુ ઉંમરના 1.42 કરોડ લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે.

ગાઝિયાબાદમાં 12 એપ્રિલ બાદથી અત્યાર સુધી જેટલા પણ સંક્રમિત સામે આવ્યા છે તેમાંના 70 ટકાથી વધુ લોકોની ઉંમર 21 થી 60 વર્ષની વચ્ચે છે. આ સૂચવે છે કે,આ ઉંમરના લોકોમાં સંક્રમણનું જોખમ હવે વધી રહ્યું છે.અત્યાર સુધીમાં 18 થી 59 વર્ષની વયના માત્ર 4 લાખ લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે.જો કે, નવી લહેરમાં સંક્રમણની તીવ્રતા હજુ પણ ઘણી ઓછી છે.