Site icon Revoi.in

ચારધામ યાત્રામાં અત્યાર સુધી 200થી વધુના મોત – કુલ 24 લાખથી વધુ લોકોએ કરી યાત્રા

Social Share

દેહરાદૂનઃ- દેશભરમાં થી ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં લોોકોની ભીડ ઉમટે છે કોરોના બાદ યુવાઓ હવે ચારધામ યાત્રામાં રસ લઈ રહ્યા છે પહેલાની સરખામણીમાં હવે યુવાવર્ગની સંખ્યા વધતી જોવા મળી છે.તેનું બીજુ કારણ એ પણ કહી શકાય છે કે ઉત્તરાખંડનું વાતાવરણ અને કેદારનાથની લોકપ્રિયતા, ભક્તોનો જમાવડો હવે મોટાપાયે વધી રહ્યો છે તો, બીજી તરફ આ યાત્રામાં અત્યાર સુધી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે

ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓના મોતની જો વાત કરવામાં આવે તોમૃત્યુઆંક 200ને વટાવી ગયો છે. સરકાર તરફથી ચારધામ યાત્રામાં પાછલા વર્ષો કરતા વધુ આરોગ્યની વ્યવસ્થા કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે. આમ છતાં મોતની ઘટના સતત વધતી જઈ રહી છે જે અટકવલાનું નામ લઈ રહી નથી.

3 મેના રોજ ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્રાર ખુલતાની સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. કોવિડ મહામારીને કારણે ચારધામ યાત્રા બે વર્ષથી યોજાઈ ન હતી. આ વખતે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના દર્શન માટે શરૂઆતથી જ ભક્તોનો ભારે ધસારો રહ્યો હતો. આ સાથે ચારધામની યાત્રા દરમિયાન અવારનવાર મુસાફરોના મોત પણ થઈ રહ્યા છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ મુજબ ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 201 શ્રદ્ધાળુઓના મોત થયા છે. જેમાં કેદારનાથ યાત્રાના રૂટ પર 95, બદ્રીનાથમાં 51, ગંગોત્રીમાં 13 અને યમુનોત્રીમાં 42 મુસાફરોના મોત થયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર પ્રવાસ દરમિયાન અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા મુસાફરોની સંખ્યા વધુ છે.

આ વખતે યાત્રીઓને ખાસ સુવિધા અપાઈ હતી

ઉલ્લેખનીય છે કે માર્ગો પર 20 અસ્થાયી આરોગ્ય કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા. યાત્રાના રૂટ પર 178 ડોક્ટરો તૈનાત કરવામાં આવ્યા હતા. જે 2019ની સરખામણીમાં 66 ટકા વધુ છે. આ ઉપરાંત 119 એમ્બ્યુલન્સ યાત્રાના રૂટ કાર્યરત કરાયા હતા

Exit mobile version