Site icon Revoi.in

હર ઘર તિરંગા અભિયાન થકી જામનગરની 300થી વધુ મહિલાઓએ મેળવી રોજગારી

Social Share

13 ઓગસ્ટ,રાજકોટ :આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવા બદલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે 13થી 15 ઓગસ્ટ વચ્ચે દરેક લોકોને તેમના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિનંતી કરી છે.આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલ શાળા નં-1 માં 300 જેટલી મહિલાઓને રાષ્ટ્રધ્વજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.સરકારની દીન દયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ મહિલાઓ તિરંગા બનાવી આજીવિકા મેળવી રહી છે અને હર ઘર તિરંગા અભિયાનમાં સામેલ થઈ રોજગારી મેળવી આત્મનિર્ભર બની રહી છે. તે બદલ જામનગરની મહિલાઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

DAY -NULM યોજનાનો લાભ મેળવી રાષ્ટ્રધ્વજ બનાવવાની કામગીરીમાં સહભાગી થયેલ જામનગરનાં હિતાક્ષીબેન જણાવે છે કે,સરકાર દ્વારા બહેનોને રોજગારી મળી રહે તે માટે સીવણ ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે. આ યોજના થકી હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે એમને રાષ્ટ્રધ્વજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ અભિયાન થકી અનેક બેરોજગાર બહેનોને રોજગારી મળી છે. તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.

સરકાર દ્વારા DAY -NULM ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે તેના થકી અનેક બહેનોને રોજગારી મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે તિરંગો દરેક ઘર સુધી પહોંચે.જામનગરની 300 જેટલી મહિલાઓને આ અભિયાન થકી રોજગારી મળી છે તે બદલ હું સરકારની ખૂબ ખૂબ આભારી છું.

ઇન્ડીયા સ્કીલ એકેડમી જામનગરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે 300 બહેનોને તિરંગા બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. આ કામ અમે હર્ષ ઉલ્લાસથી ગર્વની લાગણી અનુભવી કરી રહ્યા છીએ. બહેનોને રોજગારી મળી રહી છે તે બદલ સરકારનો આભાર વ્યક્ત કરું છું. તેમજ તમામ લોકોને પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા વિનંતી કરું છું.

 

Exit mobile version