Site icon Revoi.in

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 હજારથી વધુ કેસ નોંધાયા – એક્ટિવ કેસોમાં સતત ઘટાડો , 3.5 લાખથી પણ ઓછા સક્રિય કેસ

Social Share

દિલ્હીઃ- દેશમાં લસતત કોરોનાના કેસોની સંખ્યા ઘટડી જોવા મળી રહી છે, તો બે દિવસ બાધ કોરોનાના નવા કેસોની સંખ્યા નોંધપાત્ર  વધેલી જોી શકાય છે, ગુરુવારે જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડાઓ  પ્રમાણે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ 30 હજારને પાર કરી ગયા છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કોરોના વાયરસના 30 હજાર 570 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે તે પહેલાના દિવસે આ આંકડો 27 હજારની આસપાસ જોવા મળ્યો હતો. જોકે, નવા નોંધાયેલા કેસોમાંથી 17 હજારથી વધુ કેસ તો માત્ર  કેરળમાં જ નોંધાયા છે.

જોકે, રાહતની વાત એ છે કે  કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 3.5 લાખથી નીચે આવી પહોંચી છે અને હવે તે 3 લાખ 42 હજાર 923 પર આવી ચૂકી છે. આ દેશમાં નોંધાયેલા કુલ કોરોના કેસનો 1.03 ટકા છે.

તો બીજી તરફ કોરોનાને માત આપીને સાજા થયેલા લોકોનો દર તથા સંખ્યા બન્ને વધતા જોવા મળી રહ્યા છે, કોરોનામાંથી સાજા થનારા લોકોનો દર 97.64 ટકા થયો છે. છેલ્લા એક દિવસમાં પણ કોરોનાના 38 હજાર 303 દર્દીઓ સાજા થયા છે. આ પછી, દેશમાં કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા 3 કરોડ 25 લાખ 60 હજાર 474 પર પહોંચી ગઈ છે.

કેરળમાં કોરોનાના નવા કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે પરંતુ રાજ્ય હજુ પણ મહત્તમ કેસોની જાણ કરી રહ્યું છે. બુધવારે કેરળમાં કોરોના વાયરસના 17 હજાર 681 નવા કેસ નોંધાયા હતા અને કોરોનામાં  208 લોકોએ જીવ ગુમાવ્યા તેની સાથે જ મૃત્યુ આંક 22 હજાર 987 થયો છે જ્યારે કુલ કોરોનાના કેસોની સંખ્યા 44 લાખ 24 હજાર 46 પર પહોંચી છે.આપણા દેશમાં કોરોનાનો સકારાત્મકતા દર છેલ્લા અઢી મહિનાથી  3 ટકાથી પણ નીચે જોવા મળી રહ્યો છે.કોરોનાના ઘટતા કેસ અને સાજા થતા દર્દીઓની બાબતે વેક્સિનેશનની પ્રક્રિયાએ મોટો ભાગ ભજવ્યો છે.