Site icon Revoi.in

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 5 હજારથી વધુ નોંધાયા – સક્રિય કેસો હવે 46 હજારથી પણ ઓછા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થી રહ્યો છે ,આ ઘટાડાના કારણે હવે દેશમાં સક્રિય કેસો દિવસેને દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે એટલે એક તરફ એમ કહી શકાય કે દેશમાં કોરોનામાં રાહત મળી રહી છે,જો કે દૈનિક નોંધાતા કેસો આજે ફરી 5 હજારના આંકડાને વટાવી ગયા છે, છેલ્લા 2 દિવસથી દાનિક કેસનો આંકડો 5 હજારથી ઓછો હતો જ્યારે આજે નોંધાયેલા કેસમાં વધારો નોંધાયો છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન કુલ કોરોનાના 5 હજાર 108 નવા કેસો સામે આવ્યા છે.આ સાથે જ સમાન સમયગાળા દરમિયાન 19 દર્દીઓના મોત થયા છે. 

જો કે એક સારી બાબત એ પણ કહી શકાય કે કોરોનાના દર્દીઓનો સાજા થવાનો આંકડો નવા નોંધાતા દર્દીઓ કરતા વધુ છે,છેલ્લા 24 કલાક દરમિયાન 5 હજાર 675 દર્દીઓએ કોરોનાને માત આપી છે.અને આ દર્દીઓ સાજા થયા છે.

જો વિતેલા દિવસને મંગળવારની વાત કરીએ તો આ દરમિયાન કોરોનાના 4 હાજર 369 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા.જેની સરખામણીમાં આજે નોંધાયેલા કેસની સંખ્યા વધુ છે.

આ સાથે જ હવે દેશમાં સાજા થવાનો દર વધતા સક્રિય કેસો સતત ઘટી રહ્યા છે હા દેશભરમાં કોવિડના કુલ સક્રિય કેસ ઘટીને 45 હજાર 749 થઈ ચૂક્યા છે. આ સાથે જ કોવિડનો રિકવરી રેટ 98.71 ટકા પર જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનો દૈનિક સકારાત્મકતા દર 1.44 ટકા જોવા મળી રહ્યો છે.