Site icon Revoi.in

દરિયાઈ જીવ શાર્કની સંખ્યામાં 70 ટકાથી વધુનો ઘટાડો

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના દેશો ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ પ્રાણીસૃષ્ટિની સંખ્યામાં પણ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. દરિયાઈ જીવ શાર્કની પ્રજાતિ ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. એક અભ્યા સ અનુસાર 48 વર્ષના સમયગાળામાં શાર્કની સંખ્યામાં 70 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જંગલમાં સિંહ જેમ રાજા છે. તેમ શાર્ક સમુદ્ર જગતમાં સિંહ સમાન છે. દરમિયાન શાર્કને લઈને એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસ અનુસાર 1970 થી 2018 ની વચ્ચે શાર્કની સંખ્યામાં 70 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આ સાથે, શાર્ક અને રેજની 31 માંથી 24 જાતિઓના લુપ્ત થવાનું જોખમ વધ્યું છે. સ્કેલોપ્ડ હેમરહેડ શાર્ક્સ અને ગ્રેટ હેમરહેડ શાર્ક્સની સંખ્યા ગંભીર રૂપે જોખમમાં છે.

કેનેડાની સીમન ફ્રેઝર યુનિવર્સિટીના બાયોલોજીસ્ટ અને અભ્યાસના સહ-લેખક નાથન પાઇકોરોએ જણાવ્યું હતું કે, છેલ્લાં 50 વર્ષથી શાર્કની વસતી વૈશ્વિક સ્તરે વિનાશક બની રહી છે. દરમિયાન ડ્યુક યુનિવર્સિટીના ઇકોલોજિસ્ટ સ્ટુઅર્ટ પી એમએ જણાવ્યું હતું કે, સમુદ્રમાંથી મોટા પ્રાણીઓને જો હટાવી દેવામાં આવે તો સમુદ્રની સંપૂર્ણ ફૂડ ચેનને અસર કરે છે. હવામાન પરિવર્તન અને શાર્ક જેવા સજીવોના વધતા પ્રદૂષણને લીધે જીવન પહેલા કરતાં મુશ્કેલ બન્યું છે.

Exit mobile version