Site icon Revoi.in

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યોઃ ડેન્ગ્યુના 221 કેસ નોંધાયાં

Social Share

અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. દરમિયાન ઓગસ્ટ મહિનામાં સિઝનલ ફ્લૂના 709, ઝાડા-ઉલટીના 816 અને ડેન્ગ્યુના 221 કેસ નોંધાયાં છે. આ ઉપરાંત કોલેકાના 12 કેસ સામે આવ્યાં છે. શહેરમાં પાણીજનય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દવાખાના દર્દીઓથી ઉભરાયાં છે.

શહેરના અનેક પરિવારમાં વાઈરલ ફીવર તથા શરદી અને ખાંસી સહિતના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થતા મ્યુનિ.સંચાલિત ઉપરાંત ખાનગી હોસ્પિટલ અને ખાનગી દવાખાનાઓમાં તબીબો દ્વારા ચલાવવામાં આવતી ઓ.પી.ડી.માં દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.

મચ્છરજન્ય રોગના કેસમાં 27 ઓગસ્ટ સુધીમાં મેલેરિયાના 200 કેસ નોંધાયા હતા.આ વર્ષે જાન્યુઆરીથી 27 ઓગસ્ટ સુધીમાં મેલેરિયાના 639 કેસ નોંધાવા પામ્યા હતા. ઝેરી મેલેરિયાના 27 ઓગસ્ટ સુધીમાં 32 કેસ નોંધાયા હતા.જાન્યુઆરીથી 27 ઓગસ્ટ સુધીમાં ઝેરી મેલેરિયાના 45 કેસ નોંધાયા હતા.ડેન્ગ્યૂના 221 કેસ નોંધાયા હતા.આ વર્ષે જાન્યુઆરીથી 27 ઓગસ્ટ સુધીમાં શહેરમાં ડેન્ગ્યૂના 348 કેસ નોંધાયા હતા.ઓગસ્ટ મહિનામાં ચિકનગુનિયાના 29 કેસ નોંધાયા હતા.જાન્યુઆરીથી 27 ઓગસ્ટ સુધીમાં ચિકનગુનિયાના 169 કેસ નોંધાયા હતા.

ઓગસ્ટ મહિનામા 67632 લોહીના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. ડેન્ગ્યૂ માટે 3184 સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હતા.પાણીજન્ય રોગના કેસમાં 27 ઓગસ્ટ સુધીમાં ઝાડા ઉલટીના 816 કેસ નોંધાયા હતા.આ વર્ષે જાન્યુઆરીથી 27 ઓગસ્ટ સુધીમાં ઝાડા ઉલટીના કુલ 4737 કેસ નોંધાયા હતા.ઓગસ્ટ મહિનામાં કમળાના 192 કેસ 27 ઓગસ્ટ સુધીમાં નોંધાયા હતા.

જાન્યુઆરીથી 27 ઓગસ્ટ સુધીમાં કમળાના 1329 કેસ નોંધાયા હતા. 27 ઓગસ્ટ સુધીમાં ટાઈફોઈડના 349 કેસ નોંધાયા હતા.આ વર્ષે જાન્યુઆરીથી 27 ઓગસ્ટ સુધીમાં ટાઈફોઈડના 1469 કેસ નોંધાયા હતા. 27 ઓગસ્ટ મહિનામાં શહેરના પૂર્વમાં આવેલા અલગ અલગ વિસ્તારમાં કોલેરાના 12 કેસ નોંધાયા હતા. જાન્યુઆરીથી 27 ઓગસ્ટ સુધીમાં શહેરમાં કોલેરાના કુલ 22 કેસ નોંધાયા હતા.