Site icon Revoi.in

મોટાભાગની ક્રિપ્ટોકરન્સી ખતમ થઈ જશેઃ રઘુરામ રાજન

Social Share

છેલ્લા કેટલા સમયમાં ક્રિપ્ટો કરન્સીનો ટ્રેન્ડ વધ્યો છે, લોકોમાં તેને લઈને ઉત્સાહ અને આકર્ષણ પણ જોવા મળી રહ્યું છે ત્યારે સરકાર પણ ક્રિપ્ટો કરન્સી વિશે વિચારી રહી છે કે તેને રેગ્યુલેટ કરવી કે પ્રતિબંધ કરવી. આવામાં ક્રિપ્ટો કરન્સીને લઈને રઘુરામ રાજને પોતાનો મંતવ્ય વ્યક્ત કર્યો છે અને કહ્યું કે મોટાભાગની ક્રિપ્ટોકરન્સી ખતમ થઈ જશે.

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કહ્યું કે ક્રિપ્ટોકરન્સી માત્ર એક બબલ છે, જેની કોઈ કિંમત નથી હોતી. રઘુરામ રાજને કહ્યું કે આજે તત્કાલિન 6000 ક્રિપ્ટોકરન્સીમાંથી મોટાભાગની ક્રિપ્ટોકરન્સી નષ્ટ થઈ જશે.

સરકારે પોતાની ક્રિપ્ટો લાવવાના સંકેત પહેલેથી જ આપી દીધા છે. જ્યારે સરકાર ભારતમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી પ્રતિબંધિત કરવા માટે સરકાર સંસદના શિયાળુ સત્રમાં ધી ક્રિપ્ટો કરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 લાવવાની તૈયારીમાં છે.

ઉલ્લેખનીય છે કે ક્રિપ્ટો કરન્સીની લાલચમાં લોકોના પૈસાનું જોખમ પણ વધે છે અને વાત જોવી એ રહી કે જો તેમાં વધારે રોકાણ થાય તો મોટું કૌભાંડ થવાની પણ શક્યતાઓ છે. લોકોએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા પહેલા 10 વાર વિચારવું જોઈએ કારણ કે તેને ખરીદનારા કોઈક માલામાલ થઈ જાય છે તો કેટલાક લોકો આર્થિક રીતે તૂટી ભાંગે છે.