Site icon Revoi.in

માતાની શિખામણએ ફિલ્મ અભિનેતા વિક્કી કૌશલની બદલી નાખી જીંદગી

Social Share

મુંબઈઃ બોલીવુડના અભિનેતા વિક્કી કૌશલની જીંદગી કોઈ ફિલ્મની સ્ક્રીપ્ટથી ઓછી નથી. વિક્કી કૌશલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા સ્ટંટ કોરિયોગ્રાફર્સ શ્યામ કૌશલનો દીકરો છે. વિક્કી નાનપણથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. તેમ છતા ફિલ્મ જગતમાં પોતાની અલગ જગ્યા બનાવવા માટે અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.

જાણીતા મીડિયા ગ્રુપ ઈન્ડિયા ટુડેને ફિલ્મ અભિનેતા વિક્કી કૌશલે ઈન્ટરવ્યું આપ્યું હતું. જેમાં કહ્યું હતું કે, જ્યારે એન્જિનીયરિંગનો અભ્યાસ કરતો હતો ત્યારે લાગ્યું કે, 9થી 5 વાગ્યા સુધીની નોકરી માટે નથી બન્યો. ત્યાર બાદ તેમણે આસિસ્ટન્ટ ડાયરેક્ટરનું કામ શરૂ કર્યું હતું. મસાન ફિલ્મથી તેણે અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.

તેમણે વધારેમાં જણાવ્યું હતું કે, આ એક સ્વપ્ન સમાન છે. ક્યાંરેક-ક્યારેક મને લાગે છે કે, ભગવાન મારી ઉપર મહેરબાન રહ્યાં છે. હું જ્યારે ફિલ્મ જગતમાં આવ્યો ત્યારે જાણતો હતો કે પ્રોડ્યુસર અને ડાયરેક્ટર મારી રાહ નહીં જોતા હોય અને કહેશે કે આવ બેડા તને લોન્ચ કરું. મારો પ્રવાસ વર્ષ 2009માં શરૂ થયો જ્યારે મે ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કર્યો. જે બાદ એક્ટિંગમાં પ્રવેશ્યો હતો. મુંબઈમાં એક્ટિંગનો કોર્સ કર્યો, તે બાદ ગેંગ્સ ઓફ વાસેપુરમાં આસિ. ડાયરેક્ટ બની ગયો હતો. હું થીયેટર પણ કરતો હતો.

તે બાદ ફિલ્મોના ઓડિશન આપવાનું શરૂ કર્યું હતું. એડ ફિલ્મ, શોર્ટ ફિલ્મ તમામ પ્રકારના કામ માટે. આ સમયગાળામાં મને થયું કે હજુ ગણો દૂર છું. મને યાદ છે, એક દિવસ લંચ કરતો હતો ત્યારે માતા સાથે બેઠી હતી. એ ખરાબ સમય હતો અને હું નિરાશ હતો. માતાને કહ્યું કે, મને ખબર નથી પડતી કે આ કેવી રીતે થશે. તે સમયે માતાએ કહ્યું કે, થશે કે નહીં તે તારી જવાબદારી છે. પરંતુ તારે વિશ્વાસ રાખવાનો છે આ થઈ શકશે. આ દિવસથી એવુ વિચારીને શરૂ કર્યું કે, રોજ એક વસ્તુ ઉપર કામ કરીશ. આ સમયગાળામાં દરરોજ કોઈ દિગ્ગજ મહાનુભાવને મળતો હતો આમ મારો સફર વધારે ખુબસુરત બનતો હયો. ભગવાનના મારા ઉપર આર્શિવાદ છે.

વિક્કી કૌશલે બોલીવુડની પ્રથમ ફિલ્મ મસાન કરી હતી. જો કે, તેમને ખરી ઓળખ સંજુ ફિલ્મમાં સંજય દત્તના મિત્ર કમલીના અભિનયથી મળી. તે પછી વિક્કી ઉરીઃ ધ સર્જીકલ સ્ટાઈકમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી હતી. તેણે અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દીલ જીતી લીધા છે. હવે અભિનેતા ફિલ્મ અશ્વથામા અને સેમ બહાદુરમાં જોવા મળશે.

Exit mobile version