Site icon Revoi.in

GTU અને મુંબઈની એક ફાર્મા કંપની વચ્ચે ટેક્નોલોજીની આપ-લે માટે થયાં MOU

Social Share

અમદાવાદઃ  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને આરોગ્યની કાળજીનાં ક્ષેત્રમાં કામ કરતી અને આઈ. આઈ. ટી., મુંબઈની સ્ટાર્ટ-અપ કંપની ઓસ્ટીક ફાર્મા વચ્ચે નિદાન માટે યોગ્ય સુવિધા મળી રહે તે માટે ટેકનોલોજીકલ જ્ઞાનની આપ-લે કરવા માટે દ્વિપક્ષી કરાર કરવામાં આવ્યા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એપ્લાઈડ સાઈન્સીસ એન્ડ ટેકનોલોજીનાં પ્રા. ડૉ. દોલત સિંહ ઝાલા અને એસોસિયેટ પ્રોફેસર અને પીએચ.ડીના વિદ્યાર્થી કાર્તિક ચૌહાણ તેમજ તેમના સાથીદારો દ્વારા દર્દીઓના નિદાન માટે જે નવીનતમ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે અને ભારત સરકાર દ્વારા જેને પેટર્ન આપવામાં આવી છે તેનો શ્રેષ્ઠ રીતે સમાજ માટે ઉપયોગ થાય તે માટે આ આપ-લે નાં કરાર કરવામાં આવ્યા હતા.

ઓસ્ટીક ફાર્મા પ્રા. લી. નાં ડાયરેક્ટર ડૉ. વિનય સૈનીએ આ અંગે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ નવીન ટેકનોલોજી ભારત ઉપરાંત આફ્રિકા, લેટિન અમેરિકા, અને એશિયાના દેશોમાં ભરપૂર પરિવર્તન લાવવાની શક્યતા ધરાવે છે. ગુજરાત ટેકનોલૉજીકલ યુનિવર્સિટી સાથે આ અંગે દ્વીપક્ષી કરાર થયા છે તે આત્મનિર્ભર ભારત બનાવવા તરફની ગતીનું એક અગત્યનું કદમ છે. સ્કૂલ ઓફ એપ્લાઈડ સાઈન્સીસ એન્ડ ટેકનોલોજીનાં ડાયરેક્ટર અને ટેકનોલોજી ટ્રાન્સફર સેલનાં ડાયરેક્ટર ડૉ. વૈભવ ભટ્ટે આ તબક્કે જણાવ્યું હતું કે ભારતને આર્થિક ક્ષેત્રે હરણફાળ ભરવા માટે લેબોરેટરીમાં જે રિસર્ચ થાય તેને ઉદ્યોગો સુધી પહોંચાડવું ખૂબ જરૂરી છે અને તે કામ આ કરાર દ્વારા થયું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીના કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જરે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના પ્રતિભાશાળી સંશોધકોની સિદ્ધિ અને હેલ્થ કેર ટેકનોલોજીને આગળ વધારવામાં યોગદાન આપવા માટે ગૌરવ અને લાગણી અનુભવે છે. ઓસ્ટીક ફાર્મા સાથેનો આ સહયોગ ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે અને આધુનિક સંશોધનો દ્વારા વાસ્તવિક વિશ્વને શક્તિ આપવા માટે અમારી પ્રતિબધ્ધતા વ્યક્ત કરે છે.