Site icon Revoi.in

જીટીયુ અને ભારત શોધ સંસ્થાન વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા

Social Share

અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને ભારત શોધ સંસ્થાન વચ્ચે એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) કરવામાં આવ્યા છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડોકટર નવીન શેઠે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને માત્ર ટેકનિકલ શિક્ષણ જ નહીં પરંતુ આપણી સંસ્કૃતિ અને ભવ્ય વારસાને પણ જાણે તે માટે જીટીયુ સતત કાર્યરત છે.

આ એમઓયુ પર જીટીયુના કુલસચિવ ડોકટર કે. એન. ખેર અને ભારત શોધ સંસ્થાનના અધ્યક્ષ રાજેશ પરીખે હસ્તાક્ષર કર્યા હતા. પ્રાચીન હસ્તપ્રતોની ઉત્પત્તિ, તેનો ઇતિહાસ તેમજ સંરક્ષણની બાબતોનો અભ્યાસ આગામી દિવસોમાં કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાં દર વર્ષો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એન્જિનિયર બનીને બહાર આવે છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે જેમને તક મળે છે અને પછી તેઓ વિદેશ પણ સ્થાયી થઈ જતા હોય છે. પણ જીટીયુ દ્વારા આ પ્રકારના હસ્તાક્ષર વિદ્યાર્થીઓને અનેક રીતે મદદરૂપ અને ફાયદાકારક પણ હશે.