Site icon Revoi.in

સાંસદ ખેલ સ્પર્ધાઃ વડોદરામાં 1500થી વધારે લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કરીને વિક્રમ સર્જ્યો

Social Share

અમદાવાદઃ વડોદરામાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક સાથે 1527 વ્યક્તિઓએ એક સાથે 51 જેટલા સૂર્ય નમસ્કાર કરીને વિક્રમ સર્જ્યો હતો. વડોદરામાં વહેલી સવારે એક સાથે મોટી સંખ્યામાં સૂર્ય નમસ્કાર કર્યાં હતા.

વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમપ્લેક્સ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1,527 લોકોએ એક સાથે 51 સૂર્ય નમસ્કાર કરીને વિક્રમ સર્જ્યો હતો. 51 સૂર્ય નમસ્કાર કરવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં 5 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના તમામ લોકો સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. રમત-ગમત વિભાગ વડોદરા અને પતંજલિ યોગપીઠના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો.