Site icon Revoi.in

MS ધોનીનું ક્રિકેટ બાદ ટેનિસમાં શાનદાર પ્રદર્શન – રાંચીમાં આયોજીત JSCA ટેનિસ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ જીતી બીજા રાઉન્ડમાં પહોંચ્યા

Social Share

રાંચીઃ- મહેન્દ્ર સિંહ ઘોનીનું નામ સાંભળતાની સાથે જ સૌ પ્રથમ તો આપણી આંખો સામે ક્રિકેટના દ્રશ્યો તરી આવે ,જો કે એમ એસ ઘોની માત્ર ક્રિકેટમાં જ નહી પરંતુ ટેનિસમાં પણ શાનદાર રમે છે ,આ વાતનું ઉદાહરણ ત્યારે જોવા  મળ્યું જ્યારે  શુક્રવારના રોજ રાંચીના JSCA સ્ટેડિયમ ખાતે કન્ટ્રી ક્રિકેટ ક્લબ ટેનિસ ટુર્નામેન્ટમાં ક્રિકેટ બેટને બદલે તેના હાથમાં ટેનિસ રેકેટ હતું.

આ ટૂર્નામેન્ટમાં 38 વર્ષીય સુમિત કુમાર, સ્થાનિક ટેનિસ ખેલાડી સાથે ઘોનીએ જોડી બનાવી અને ટૂર્નામેન્ટની તેમની પ્રથમ મેચમાં આરામદાયક જીત મેળવી.ક્રિકેટમાંથી હાલ તેઓ ભલે બહાર છે પરંતુ સમયનો સદઉપયોગ કરીને તેમણ ટેનિસમાં પણ શાનદાર પ્રદર્શન કરી સાબિત કરી બતાવ્યું છે કે તેઓ એક શ્રેષ્ઠ ખેલાડી છે.

 ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રાંચીમાં ચાલી રહેલી JSCA ટેનિસ ટૂર્નામેન્ટમાં રમી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ઘોનીની મનપસંદ રમતમાં ક્રિકેટ સિવાય ટેનિસ પણ તેમાંથી એક છે. ટેનિસ રેકેટ પકડવાની પ્રેક્ટિસ કરતી વખતે તેમના અનેક ફઓટો સામે આવ્યા છે. 

ધોનીએ રાંચીમાં આયોજિત JSCA ટેનિસ ટૂર્નામેન્ટમાં 8 નવેમ્બરે પ્રથમ મેચ રમી હતી. આ પહેલા રાઉન્ડની મેચ હતી, જેમાં ધોનીએ મેચ જીતી હતી. તટેનિસ સ્પર્ધાની સિંગલ્સ નહીં પરંતુ ડબલ્સમાં ભાગ લીધો છે. ડબલ્સ ઈવેન્ટમાં ધોનીનો પાર્ટનર સુમિત કુમાર બજાજ બન્યો હતો.