Site icon Revoi.in

મુંબઈ ક્રાઈમ બ્રાંચે કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહીમના નજીકના મિત્ર રિયાઝ ભાટીની કરી ધરપકડ

Social Share

દિલ્હીઃ- મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલ એ કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગના સભ્ય અને નજીકના ગણાતા મિત્ર એવા રિયાઝ ભાટીની ધરપકડ કરી હોવાના એહવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

પોલીસ અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. ભાટીને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાનું કહેવાય છે અને વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણીના કેસમાં તે વોન્ટેડ હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, રિયાઝ ભાટી અને મોહમ્મદ સલીમ ઈકબાલ કુરેશી ઉર્ફે સલીમ ફ્રુટે ખરેખર વર્સોવાના એક વેપારીને મારી નાખવાની ધમકી આપી હતી. આ બંને દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલના નજીકના સંબંધીઓ હોવાનું કહેવાય છે. તેણે કહ્યું કે ભાટી અને સલીમ ફ્રુટ પાસેથી 30 લાખ રૂપિયાની કાર અને 7.5 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.

ત્યારે આ મમાલાની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમે અંધેરી વિસ્તારમાંથી રિયાઝ ભાટીની ધરપકડ કરી છેઆ સહીત ક્રાઈમ બ્રાન્ચની આ તપાસને આગળ ધપાવવા માટે હવે સલીમ ફ્રુટની કસ્ટડીની પણ જરૂરી છે, જેના માટે ક્રાઈમ બ્રાન્ચે એઆઈએ કોર્ટમાં અરજી પણ કરી છે. આવતીકાલે પોલીસ રિયાઝ ભાટીને કોર્ટમાં રજૂ કરશે અને તેની કસ્ટડીની માંગણી કરશે.ઉલ્લેખનીય છે કે AEC ઓફિસમાં પૂછપરછ બાદ ભાટીની ધરપકડ કરવામાં આવી હતી,

Exit mobile version