Site icon Revoi.in

મુંબઈઃ પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ તપાસનીશ એજન્સી સમક્ષ થયાં હાજર

Social Share

મુંબઈઃ પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ આજે મુંબઈના કાંદિવલી ક્રાઈમબ્રાન્ચની ઓફિસમાં તપાસનો કરવા માટે પહોંચ્યાં હતા. તેઓ ઓક્ટોબર મહિનાથી ફરાર હતા. કોર્ટ દ્વારા સંપતિ જપ્તીના આદેશ બાદ પરમબીર સિંહ પોલીસ સમક્ષ હાજર થયાં હતા. બે દિવસ પહેલા મુંબઈ પોલીસની ક્રાઈમબ્રાન્ચએ પરમબીર સિંહના મુંબઈના બંને ઘરના દરવાજા ઉપર નોટિસ લગાવી હતી. 23મી નવેમ્બરના રોજ ચીપકાવવામાં આવેલી નોટિસમાં પરમબીર સિંહને 30 દિવસની અંદર તપાસનીશ એજન્સી અથવા અદાલત સામે હાજર થવા ફરમાન કર્યું હતું.

આ પહેલા પૂર્વ અધિકારીના વકીલે પૂર્વ પોલીસ કમિશનર દેશ છોડીને ભાગ્યાના આરોપોને ફગાવીને સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, તેઓ દેશમાં જ છે અને તેમના જીવને ખતરો છે એટલે તેઓ છુપાયેલા છે. તેમજ વકીલે તેઓ 48 કલાકની અંદર જ તપાસ માટે હાજર થવાનો દાવો કર્યો હતો. પરમબીરની અરજી પર તેમની ધરપકડ ઉપર સુપ્રીમ કોર્ટે હાલ સ્ટે આપ્યો છે. પરમબીર સિંહ ઉપર બળજબરીથી નાણા પડાવવાનો આરોપ છે. 22મી જુલાઈના રોજ મુંબઈના મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનને પરમબીર સિંહ સહિત પાંચ અન્ય પોલીસ કર્મચારીઓ અને બે અન્ય વ્યક્તિઓ સામે એક બિલ્ડરએ કથિત રૂપે 15 કરોડ માંગવાનો આક્ષેપ કરીને કેસ નોંધાવ્યો હતો. આરોપ લગાવાયો હતો કે, આરોપીઓએ એક-બીજા સાથે મળીને ફરિયાદીની હોટલ અને બાર મુદ્દે કાર્યવાહીનો ડર બતાવીને 11.92 લાખ ઉઘરાવ્યાં હતા.

પરમબીર સિંહએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર ભ્રષ્ટાચાર અને નાણા પડાવવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ તેમને સત્તા ગુમાવી હતી. હવે પરમબીર સિહની સામે બળજબરીથી નાણા પડાવવાના આક્ષેપ થઈ રહ્યાં છે.