1. Home
  2. Tag "Present"

વર્તમાનના અનેક પડકારોના ઉકેલ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સફળ વિકલ્પ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 18મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પદવી મેળવીને જવાબદાર નાગરિક બનેલા છાત્રો, આ દેશના મેધાવી, પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી યુવાનો પોતપોતાના ક્ષેત્રોમાં પ્રમાણિકતાપૂર્વક પરિશ્રમ કરે તો ભારત રાષ્ટ્ર ગરિમાપૂર્ણ પ્રગતિના પંથે આગળ વધશે. વર્તમાન સમયના અનેક પડકારોના ઉકેલ માટે પ્રાકૃતિક કૃષિ […]

પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં RSSના સરસંઘચાલક મોહન ભાગવતજી ઉપસ્થિત રહ્યાં

અમદાવાદઃ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મસ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં  સમરસતા દિવસ સંદર્ભે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ઉદ્બોધનમાં કહ્યું કે અદભૂત, અલૌકિક, અવિસ્મરણીય એવા આ કાર્યક્રમમાં જ્યાં સમરસતાની ચર્ચા થઈ રહી છે ત્યારે ઉપસ્થિત રહેવા મળ્યું એ સૌભાગ્ય છે. જેમનું શતાબ્દી વર્ષે આ કાર્યક્રમ થઈ રહ્યો છે […]

ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા માટે એડવોકેટ એસોની રાજ્યપાલને રજુઆત

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં તમામ કારોબાર અંગ્રેજીમાં ચાલે છે. તેને માતૃભાષા ગુજરાતીમાં તમામ વ્યવહાર ચલાવવા માટે છેલ્લા ઘણા સમયથી માગ થઈ રહી છે. ત્યારે  ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને  રાજ્યના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતને પત્ર લખીને એવી રજુઆત કરી છે કે, હાઈકોર્ટમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં કાર્યવાહી અને દસ્તાવેજમાં માન્યતા આપવી જોઈએ. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસો.એ રાજ્યપાલને લખેલા પત્રમાં એવી રજુઆત […]

મુંબઈઃ પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ તપાસનીશ એજન્સી સમક્ષ થયાં હાજર

મુંબઈઃ પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ આજે મુંબઈના કાંદિવલી ક્રાઈમબ્રાન્ચની ઓફિસમાં તપાસનો કરવા માટે પહોંચ્યાં હતા. તેઓ ઓક્ટોબર મહિનાથી ફરાર હતા. કોર્ટ દ્વારા સંપતિ જપ્તીના આદેશ બાદ પરમબીર સિંહ પોલીસ સમક્ષ હાજર થયાં હતા. બે દિવસ પહેલા મુંબઈ પોલીસની ક્રાઈમબ્રાન્ચએ પરમબીર સિંહના મુંબઈના બંને ઘરના દરવાજા ઉપર નોટિસ લગાવી હતી. 23મી નવેમ્બરના રોજ ચીપકાવવામાં આવેલી […]

શિક્ષણ સહાયકો તરીકે પસંદ થયા બાદ શિક્ષકો હાજર ન થતા તેમના પગારમાંથી બે લાખ કાપવાનો નિર્ણય

અમદાવાદઃ માધ્યમિક શિક્ષકોની  ભરતી સમિતિ દ્વારા શિક્ષકોને સ્કૂલો ફાળવવામાં આવ્યા પછી તેઓ હાજર ન થયા હોવાથી તેમના પગારમાંથી મહિને 5 હજાર પ્રમાણે 40 મહિના સુધીમાં બે લાખ રૂપિયા કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણાં શિક્ષકોએ તાજેતરમાં ભરતીમાં પસંદગીની સ્કૂલ ના મળવવાના કારણે હાજર થયા નહોતા એટલે તેમના પગારમાંથી બે લાખ રૂપિયા કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

તબીબોની ખેંચને પહોંચી વળવા માટે બોન્ડેડ તબીબોને ત્વરિત હાજર થવા આદેશ

અમદાવાદઃ ગુજરાતમાં કોવીડના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં  વધારાના તબીબોની આવશ્યકતા ઊભી થઈ છે. આ બાબતને ધ્યાનમાં લઈ રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજના બોન્ડેડ ઉમેદવારોને ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવાનો આદેશ […]