Site icon Revoi.in

 કોરોનાકાળમાં સિગારેટ અને બીડીના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની મુંબઈ હાઈકોર્ટની સલાહ 

Social Share

મુંબઈઆઃ- દેશમાં કોરોના વાયરસની બીજી તરંગ જીવલેણ બની છે, અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, દેશમાં કોરોનાથી મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત છે, અહીં સંક્રમિત લોકોની સંખ્યા પણ ખૂબ ઝડપથી વધી રહી છે. ત્યારે બોમ્બે હાઈકોર્ટે આ સમયગાળા દરમિયાન સિગારેટ અને બીડીઓના વેચાણ પર હંગામી ઘઓરણે પ્રતિબંધ મૂકવો જોઈએ તેવી સલાહ સૂચવીછે.

મુંબઈ હાઈકોર્ટે ગુરુવારે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી 19 કોવિડ દર્દીઓ કે જેઓને ધૂમ્રપાન કરવાની આદત હતી,. કોર્ટે કહ્યું કે સરકારોએ આવા પ્રતિબંધ લાદવાનું વિચારવું જોઇએ કારણ કે કોરોના વાયરસ ફેફસાંને અસર કરે છે, આમ ધૂમ્રપાન કરનારાઓના જીવનને વધુ જોખમમાં મૂકે છે.

હાઈકોર્ટે કહ્યું કે, “અમે ચિંતા કરીએ છીએ કે કોવિડ -19 થી સંક્રમિત લોકો અને તેમની સ્થિતિ ગંભીર બની છે કે જે લોકો બિલકુલ સિગારેટ અને બીડી પીતા નથી, કારણ કે હવે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે કોરોના વાયર ફેંફસાને અસર કરે છે. ફેફસાં અને નબળા ફેફસાંઓ વધુ ઝડપથી પ્રભાવિત થાય છે, ધૂમ્રપાન કરવું તે જીવલેણ સાબિત થઈ શકે છે. “દરેક સંક્રમિત વ્યક્તિ તણાવ અને આઘાતથી પસાર થઈ રહ્યો છે,”

કોર્ટે આ માલે વધુમાં કહ્યું હતું કે, કેન્દ્ર અથવા રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રમાં ધૂમ્રપાન કરનારાઓ પર કોવિડના પ્રભાવ વિશેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી, જો તે નાગરિકોના સ્વાસ્થ્ય માટે જીવલેણ છે,તો આવી સ્થિતિમાં અમારો એવો અભિપ્રાય છે કે આ કોરોનાકાળમાં  સિગારેટ અને બીડીઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે.

સાહિન-

 

Exit mobile version