Site icon Revoi.in

મુંબઈ હાઇકોર્ટ દ્વારા 65 થી વધુ વયના કલાકારોના કામ કરવા પર લગાલેવ પ્રતિંબધ હટાવાયો

Social Share

સમગ્ર દેશમાં કોરોનાની મહામારીની અસર તમામ ક્ષેત્રમાં વર્તાઈ રહી છે,ત્યારે મુંબઈમાં પણ 65થી વધુ આયુષ્ય ધરાવતા કલાકારોના સેટ પર આવવા પર અને કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો,કારણે કોરોનાનું સંક્રમણ વૃદ્ધ લોકોને વધુ અસર કરે છે જેથી આ મહત્વનો નિર્ણય લેવાયો હતો,જો કે આ નિર્ણય એક સંસ્થા દ્વારા કરવામાં આવેલી અરજી પર સંભળાવવામાં આવ્યો હતો,ત્યારે ગઈકાલે આ પ્રતિબંધને મુંબઈ હાઈકોર્ટએ હટાવવાનો આદેશ આપ્યો છે.

મુંબઈ હાઇકોર્ટના પ્રતિબંધ હટાવવાના નિર્ણયથી કલાકાર  લોકોમાં કામ કરવાની ઉમંગ ફરી જાગૃત થઈ છે, ટેલિવિઝન પર જોવા મળતી ઘણી સિરિયલોમાં વધુ ઉમંરના કલાકારો કામ કરતા જોવા મળે છે, જેના કારણે આ નિર્ણય લેવાયો હતો ત્યારે શૂટિંગમાં કલાકારોની ગેરહાજરીથી અવરોધ પેદા થતો હતો, હવે આ પ્રતિબંધ હટાવવાથી સિરિયલના નિર્માતા-દિગ્દર્શકો તેમજ કલાકારોમાં હર્ષની લાગણી વ્યાપી છે,તે સાથે જ હવે શૂટિંગ કરવામાં કોઇ અવરોધ ઉત્પન્ન નહી થાય તેમજ ૬૫ થી વધુ વય ધરાવતા કલાકારો તેમજ ક્રુ સાથે જોડાયેલા લોકો તેમના કાર્યમાં ફરી જોતરાય શકશે.

લોકડાઉન બાદ નવા એપિસોડ શૂટ કરવામાં આવ્યા હતા પરંતુ 65થી વધુ ઉમરના લોકોને સેટ પર ન આવવા દેવાના કારણે શૂટિંગમાં બાધા આવતી હતી, મોટે ભાગે ઘણા વડીલ કલાકારો સિરિયલોમાં કાર્યરત છે, જેથી તેમના કામ પર ન જવાના કારણે કેટલાક સીન કટ કરવા જેવી બાબતોનો સામનો ડિરેક્ટરોએ કરવો પડતો હતો,ત્યારે તેઓ હવે પોતાની મરજીથી શૂટિંગ કરી શકશે અને તેમના સીનમાં ફેરફાર પણ નહી થાય,કારણ કે આ પ્રતિબંધ હટાવવાથી તમામ વયોવૃદ્ધ લોકો શૂટિંગના સેટ પર હાજરી આપી શકશે.

સાહીન-