Site icon Revoi.in

મુંબઈઃ ઈ-સ્કૂટર બાદ દેશમાં ઈ-કારમાં આગની પ્રથમ ઘટના

Social Share

મુંબઈઃ ભારતમાં પ્રદુષણને ઘટાડવા માટે ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ લોકો પણ હવે ઈ-વાહન તરફ વળી રહ્યાં છે. બીજી તરફ ઈ-સ્કુટરમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓ સામે આવી હતી. દરમિયાન દેશમાં પ્રથમવાર ઈ-કારમાં આગની ઘટના સામે આવી છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઈ-કારમાં આગ લાગવાની ઘટનાનો વીડિયો મુંબઈના વસઈનો હોવાનું જાણવા મળે છે. વસઈમાં ઈ-કારમાં આગની ઘટના બનતા પોલીસ અને ફાયરબ્રિગેડની તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. ઈ-કારમાં આગ કેવી રીતે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

ઈ-કાર કંપનીએ જણાવ્યું હતું કે, કંપની કારમાં આગ કેવી રીતે લાગી તેની તપાસ કરી રહી છે, તપાસ પૂર્ણ થયા બાદ કંપની લોકો સામે તથ્યો અને કારમાં આગ લાગવાના કારણો શું હતા તે જણાવશે.