Site icon Revoi.in

મુંબઈઃ અન્ડર વર્લ્ડ ડોન દાઉદના બે સાગરિતોની ધરપકડ

Social Share

મુંબઈઃ અંડર વર્લ્ડ ડોન દાઉદ ઉબ્રાહીમ સામે ભારતીય સરક્ષા અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન નેશનલ ઈન્ટરનેશનલ એજન્સી દાઉદ બે સાગરિતોની મુંબઈથી ધરપકડ કરી છે. આરોપીઓ સામે દાઉદના ઈશારે ગેરકાયદે ધંધાઓ અને આતંકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલા છે. આરોપીઓની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં બેઠા-બેઠા દેશમાં દેશ વિરોધી ગેરકાયદે પ્રવૃતિઓને અંજામ આપે છે.દાઉદની સૂચનાથી ભારતમાં ખંડણી, હવાલા, દ્રગ્સ, હથિયારો, ભારતમાં સાગરિતોને હથિયારો પુરા પાડે છે. મુંબઈમાં દાઉસનું વર્ચ્વસ હવે ખતમ થઈ રહ્યાંનું લાઈ રહ્યું છે. દરમિયાન એનઆઈએએ દાઉદ ઈબ્રાહીમ અને તેના સાગરિતો સામે હવાલા અને આતંકવાદી પ્રવૃતિ સહિતની ગંભીર કલમ હેઠળ નોંધવામાં આવી છે. તેમજ તાજેતરમાં એનઆઈએએ મુંબઈ અને દિલ્હી સહિત દેશના વિવિધ સ્થળો ઉપર દરોડા પાડીને કેટલાક શંકાસ્પદ સાગરિતોની અટકાયત કરી હતી. જેમની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં વધુ બે શખ્સોની સંડોવણી સામે આવી હતી. NIAની ટીમે મુંબઈમાં દાઉદ ઈબ્રાહિમના બે સાગરિતોની ધરપકડ કરી છે. ડી કંપની સાથે સંકડાયેલા આ બંને જોડાયેલા ઓપરેટિવ્સ પર દાઉદના બિઝનેસ અને આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનો આરોપ છે. નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સી (NIA) એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના બે ઓપરેટિવની ધરપકડ કરી છે. આ બંને સાગરિતો દાઉદની ડી કંપનીના ગેરકાયદેસર ધંધા પર નજર રાખતા હતા અને આતંકવાદી ગતિવિધિઓને ફાઇનાન્સ પણ કરતા હતા.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર સકંજો કસતા એનઆઈએ 4 દિવસ પહેલા 20 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ 20 સ્થળો દાઉદના શાર્પ શૂટર્સ, સ્મગલર્સ, ડી કંપનીના રિયલ એસ્ટેટ મેનેજર સાથે જોડાયેલા હતા. આ ઉપરાંત હવાલા ઓપરેટરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ગૃહમંત્રાલયે દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ફેબ્રુઆરી મહિનામાં જ ગૃહ મંત્રાલયે દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા મામલાની તપાસ NIAને સોંપી હતી. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દાઉદ સાથે સંબંધિત કેસોની તપાસ કરી રહ્યું હતું. નેશનલ ઇન્વેટીંગેશન એજન્સી આતંક સંબંધિત કેસોની તપાસ કરે છે અને આવા કેસ માટે દેશની સૌથી મોટી એજન્સી છે.ગૃહ મંત્રાલયના અહેવાલ મુજબ, ડી કંપની અને દાઉદ ઈબ્રાહિમ ટેરર ​​ફંડિંગ, નાર્કો ટેરર, નકલી કરન્સી અને ડ્રગ્સની દાણચોરીનો વ્યવસાય કરીને દેશમાં આતંક ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આટલું જ નહીં દાઉદ અને તેની કંપની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદા દ્વારા ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ કરી રહી છે.

(Photo-file)