Site icon Revoi.in

મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ અલ-ઇસાએ પીએમ મોદી બાદ આજે રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત કરી

Social Share

 

 

દિલ્હી – મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ, ડૉ મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઇસા ભારતની મુલાકાતે છે ગઈકાલે સાંજે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી ત્યાર બહાદ આજે બુધવારના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.

ડૉ. અલ-ઈસાનું ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત પર સ્વાગત કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારત સહિષ્ણુ મૂલ્યો, ચેતનાના સંયમ અને આંતર-ધાર્મિક સંવાદને પ્રોત્સાહન આપવામાં મુસ્લિમ વર્લ્ડ લીગની ભૂમિકા અને ઉદ્દેશોની પ્રશંસા કરે છે. 

આ સહીત વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત, બહુ-સાંસ્કૃતિક, બહુભાષી, બહુ-વંશીય અને બહુ-ધાર્મિક સમાજ તરીકે, વિવિધતામાં એકતાની ઉજવણી કરે છે. આપણા 200 મિલિયનથી વધુ ભારતીય મુસ્લિમ ભાઈઓ અને બહેનો આપણને વિશ્વમાં મુસ્લિમોની બીજી સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ બનાવે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સાઉદી અરેબિયા સાથેના સંબંધોને ખૂબ મહત્વ આપે છે. બંને દેશો વચ્ચે વેપાર અને લોકો વચ્ચેના સંબંધો પર આધારિત સૌહાર્દપૂર્ણ સંબંધોનો લાંબો ઇતિહાસ છે. તેમણે કહ્યું કે, અમારા બંને દેશો પાસે વિશ્વ સાથે શેર કરવા માટે મૂલ્યવાન પાઠ છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત અને સાઉદી અરેબિયા બંને આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં વખોડી રહ્યા છે અને આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ની હાકલ કરી રહ્યા છે. બંને નેતાઓ સંમત થયા હતા કે આતંકવાદ અને હિંસક ઉગ્રવાદનો સામનો કરવા માટે સર્વગ્રાહી અભિગમની જરૂર છે અને આ માત્ર મધ્યમ વિચારધારા સાથે સંકલન કરીને જ શક્ય છે.

Exit mobile version