Site icon Revoi.in

નાગા ચૈત્યનાએ સામંથાની ઉચ્છાને માન આપીને છુટાછેડા લીધાઃ નાગાર્જુન

Social Share

મુંબઈઃ દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી સામંથા રૂથએ પતિ નાગા ચૈતન્ય સાથે તાજેતરમાં જ છુટાછેડા લીધા છે. બંનેએ સોશિયલ મીડિયા મારફતે આ અંગે જાણકારી આવી હતી. હવે બંને પોત-પોતાની જીંદગી જીવી રહ્યાં છે. નાગા ચૈતન્યના પિતા અને સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન અક્કિનનીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુહમાં જણાવ્યું હતું કે, સામંથા છુટાછેડા ઈચ્છતી હતી જેથી નાગા ચૈતન્ય મંજૂરી આપી હતી. જ્યારે અમારા સામે સમાચાર આવ્યાં હતા ત્યારે શોક લાગ્યો હતો.

નાગાર્જનએ જણાવ્યું હતું કે, નાગા ચૈતન્યએ સામંથાનો નિર્ણયને માન આપ્યું છે. પરંતુ મારા માટે આ ઘણી ચિંતાની વાત હતી. બંને એકબીજા સાથે નજીક હતા, હું નથી જાણતો કે તેમણે આ નિર્ણય લીધો છે. ચાર વર્ષના સમયગાળામાં તેમને લડતા-ઝઘડા જોવા મળ્યાં નથી. વર્ષ 2021માં બંનેએ સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. જો કે, તે બાદ તેમની વચ્ચે મુશ્કેલીઓ વધી હતી.

નાગાર્જુન અને નાગા ચૈતન્ય હાલમાં ફિલ્મ બંજરાજૂ રિલીઝ થઈ છે. આ ફિલ્મે બોક્સ ઉપર હિટ સાબિત થઈ હતી. પિતા-પુત્ર હાલ ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યાં છે. ફિલ્મનું શુટીંગ કલ્યાણ કૃષ્ણાએ સંભાળ્યું હતું. ફિલ્મમાં તમામ કલાકારોએ સારી એક્ટિંગ કરી છે. સામંથી અને નાગાએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, ઘણા વિચાર બાદ અમે અલગ થવાનો નિર્ણય લીધો છે. પરંતુ અમારા વચ્ચે મિત્રતા યથાવત રહેશે.

Exit mobile version