Site icon Revoi.in

નાગાલેન્ડઃ મોન જિલ્લામાં થયેલી અંધાધૂંધ ગોળીબારમાં 6 લોકોના મોત

Social Share

દિલ્હી: નાગાલેન્ડના મોન જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો દ્વારા કથિત રૂપથી કરવામાં આવેલી ફાયરિંગમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા,જેના પગલે આ વિસ્તારમાં પરિસ્થિતિ તંગ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ,આ ઘટના મોન જિલ્લાના ઓટીંગ ગામમાં બની હતી, જ્યાં પીડિત ગ્રામીણ પીક-અપ ટ્રકમાં ઘરે પરત ફરી રહ્યા હતા.ઘટનાની જાણ ત્યારે થઇ જયારે ઘટનામાં માર્યા ગયેલા ગ્રામીણ લોકો સમયસર ઘરે ન પહોંચી શક્યા.

લોકોના મૃતદેહ જોઈને રોષે ભરાયેલા ગ્રામજનોએ સુરક્ષાદળોના વાહનોને આગ ચાંપી દીધી હતી.આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે.વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી આની પુષ્ટિ કરવામાં આવી નથી.નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોએ લોકોને શાંતિની અપીલ કરી અને કહ્યું કે,આ ઘટનાની તપાસ વિશેષ તપાસ ટીમ (SIT) કરશે.

આ ઘટનાની નિંદા કરતા મુખ્યમંત્રીએ આજે ​​સવારે ટ્વીટ કર્યું, “મોન કે ઓટિંગમાં નાગરિકોની હત્યાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના અત્યંત નિંદનીય છે. હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. ઉચ્ચ સ્તરીય SIT મામલાની તપાસ કરશે અને કાયદા મુજબ ન્યાય કરવામાં આવશે. હું તમામ વર્ગોને શાંતિની અપીલ કરું છું.”

 

 

Exit mobile version