Site icon Revoi.in

નાગાલેંડ: આર્મી ચીફ જનરલ એમએમ નરવણે બે દિવસીય દિમાપુર પ્રવાસ પર, સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી

Social Share

નાગાલેંડ: ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે 20 મે 2021 ના ​​રોજ અરુણાચલ પ્રદેશની ઉતરી સીમાઓ પર ઓપરેશનલ તૈયારી અને ઉતર પૂર્વની અંદરના વિસ્તારોમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે બે દિવસીય નાગાલેંડના દીમાપુરના પ્રવાસે પહોંચ્યા છે.

દિમાપુરના કોર હેડક્વાર્ટરમાં પહોંચ્યા પર,સેના પ્રમુખને લેફ્ટનન્ટ જનરલ જોનસન મેથ્યુ, જનરલ ઓફિસર કમાન્ડિંગ સ્પીયર કોર્પ્સ અને ડિવિઝન કમાન્ડર્સ દ્વારા વર્તમાન પરિસ્થિતિ અને ઉત્તરીય સરહદો પર ઓપરેશનલ તૈયારીયો વિશે માહિતી આપી હતી.

સીઓઆઈએ કડક જાગરૂકતા જાળવવા માટે તમામ રેન્કની પ્રશંસા કરી હતી અને એલએસીની નજીકની પ્રવૃત્તિઓ પર જાગૃત રહેવા અને દેખરેખ રાખવા જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ આર્મી ચીફ આજે 21 મે 2021 ના ​​રોજ નવી દિલ્હી પરત આવવાના છે.