Site icon Revoi.in

નરેન્દ્ર મોદીએ હુડો મહારાસ કાર્યક્રમમાં વીડિયોના માધ્યમથી શુભેચ્છા પાઠવી

Social Share

નવી દિલ્હીઃ બાવળીયાળી ઠાકર ધામ હુડો મહારાસ કાર્યક્રમની PM મોદીએ શુભેચ્છા પાઠવી અને સમાજને આધુનિકતા તરફ શક્તિશાળી બનાવવા અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાવળીયાળી ઠાકર ધામ હુડો મહારાસ કાર્યક્રમમાં વીડિયો સંદેશ આપી શુભેચ્છા પાઠવી હતી.આ સાથે જ તેમણે મહંત શ્રી રામદાસ બાપુને મહામંડલેશ્વરની પદવી મળવાની ઘટનાને ગર્વની વાત ગણાવી. PM મોદીએ “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી.પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક ખેતી માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરેલ પ્રયત્નોને આવકાર્યા હતા, અને લોકોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ભરવાડ સમાજના સૌ ભાઈ- બહેનોને શુભેચ્છા પાઠવી હતી.અને સમાજને આધુનિકતા તરફ શક્તિશાળી બનાવવા અનુરોધ કર્યો હતો.

Exit mobile version