Site icon Revoi.in

કુદરતના ખોળે રમતા સુંદર સ્થળોની હારમાળા નર્મદા જીલ્લો – અહીં આવેલા મંડાણ ગામની એક વખત લો મુલાકાત

Social Share

સાહિન મુલતાનીઃ

ચારે તરફ પહાડોની હારમાળા જો હોય વચ્ચમાં નદીનું સ્થિ પાણી તળાવ સ્વરુપે હોય અને કાશઅમીર જેવા શિકારા જેવી નાવડીઓ વિહાર કરતી હોય તો કેવી મજા આવે ને, જી હા આવું જ એક સુંદર દ્ર્શ્ય સર્જાય છે માંડણ ગામમાં, જે નેત્રંગ તાુલકાથી 23 કિલો મીડટરની દુરી પર આવેલું છે.ગુજરાતના નર્મદા જીલ્લામાં આવેલા એક એવા  સ્થળ જે આજકાલ ચર્ચાનો વિષય બન્યું છે,જ્યા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, કારણ કે આ સ્થળ કુદરતના સાનિધ્યમાં આવેલું છે, જ્યા આવતાની સાથે જ મીની જમ્મુ કાશ્મીરમાં આવ્યાનો એહસાસ થાય છે, જી હા આ સ્થળ એટલે રાજપીપળા પાસે આલું માંડણ.

અહી  વરસાદની ઋતુ હોવાથી આ માંડણ ગામ કુદરતની સોળે કળાથી ખીલી ઉઠ્યું છે,આજ સમય અહીં ફરવા જવા માટેનો બેસ્ટ સમય કહી શકાય, કરણજણ ડેમનું પાણી અહીં તળાવના રુપે ફેલાયેલું છે જેના કારણે એક મોટા તળાવમાં બોટીંગની પણ પ્રવાસીઓ મજા માણી શકે છે,જો કે હાલ પણ પ્રિવેડિંગ શૂટ માટે આસપાસના ગામના લોકો અહી આવી રહ્યા છે.

સ્થાનિક લોકો હાલ તો આ સ્થળની દેખરેખ કરી રહ્યા છે, ગામજનોએ એક મંડળી બનાવીને વાહન પાર્કિંગના પૈસા વસુલવાનું શરુ કર્યું હતું જો કે હવે  તેઓએ આ પૈલસા વસુલવાના બંદ કર્યા છે,જો અહીં લોકો ન્હાવાલો લ્હાવો લે છે અને કોઈ ડૂબી રહ્યું છે તો ગામલોકોએ કિનારે તરવૈયાઓની ગોઠવણી પણ કરી છે.તમે અહી નૌકા વિહાર કરી શકો છો. પ્રતિ વ્યક્તિ દિઠ 50 થી 100 રુપિયા વસુલાય છે,આ નદીમાંથી બનેલા તળાવમાં ત્રણ નાના નાના ટાપુઓ છે. જ્યા નૌકા વિહાર કરીને જવાનું હોય છે અને ફોટો પાડવા માટેના તે બેસ્ટ સ્થળો છે.

આ સાથે જ જો ભોજનની વાત કરવામાં આવે તો તમારે ભોજનની વ્યવસ્થા ઘેરથી કરવાની રહેછે,કારણ કે ગામ હોવાથી અહીં કોી હોટલની વ્યવસ્થા નથી, પરંતુ 23 કિલો મીટરના અંદર નેત્રંગ તાલુકો છે જ્યા તમામ સુવિધાઓ મળી રહેશે. આ સાથે જ માંડણ ગામને ગાદિત ગામથી પણ ઓળખાય છે, ગાદિત એક ગામ છે અને ગામ પાસે કરજણ ડેમનો પાછળનો ભાગ પડે છે જ્યા પાણી હોવાથી લોકો અંહીનો લ્હાવો લેવા આવતા હોય છે.

આમ જોવા જઈએ તો અહીં કોીજ સુવિધા નથી છત્તા પણ અહીંનું જે કુદરતી સાનિધ્યમાં આવેલા અહલાદક દ્રશ્યો છેતેને નિહાળવા આસપાસના લોકોની વિકેન્ડમાં ભારે ભીડ રહેતી હોય છે, ઘણા લોકો ઘરેથી રાશન પાણી લાવીને અહીં ભોજન બનાવીને તેની મજા પણ માણતા હોય છે.શહેરી વિસ્તારથી દુર ,વાહનોની ભીડ અને ઘોંઘાટથી દૂર  સ્થળ તમને ચોક્કસ શાંતિ આપશે, અહીં તમે  ફ્રેશ હવા લેવા અને કુદરાતના ખોળે રમણા પાણીને નિહાળવા જઈ શકો છો અને જે લોકોને કુદરતી વાતાવરણના નઝારા પસંદ છે તે લોકોએ તો ચોક્કસ આ માંડણની મુલાકાત લેવી જોઈએ.

જો કે હવે પાણીની બોટલ, ઠંડાપીણાઓ, ખીચું જેવી સામાન્ય ખાવાની વસ્તુઓ મળી રહે છે.હાલ આ સ્થળને સરકાર તરફથી પ્રતિસાદ આપવામાં આવ્યો નથઈ આ સ્થળને ઈકોટૂરિઝમમાં હજી સ્થાન મળ્યું નથી,પરંતુ જો આટલા પ્રવાસીઓની સંખ્યાને જોતા ભવિષ્યમાં નર્માદ ડેમની આસપાસ જે રીતે પોઈચા, નિનાઈ ધોધ, ઝરવાણી ઘોઘ છે તે રીતે આ સ્થળ માંડણ પણ ફેમસ બની શકે છે,અને પ્રવાસન સ્થળમાં સત્તાવાર રિતે સ્થાન પામી શકે છે.

જો તમે ગુજરાતમાં રહો છો અને નર્મદા જીલ્લાની આસપાસ છો તો તમારે વન ડે પિકનીક માટે ચોક્કસ માંડણની મુલાકાત લેવી જોઈએ, અહીં તમે ટેન્ટ બાંધીને એક દિવસનો સમય પરિવાર સાથે પસાર કરી શકો છો, આજુ બાજુ લીલા છમ પહાડો તમને કાશ્મીરમાં હોવાનો એહેસાસ કરાવે છે.