Site icon Revoi.in

VIDEO: Black Holeમાં ચકનાચૂર થઈ જતો આખો તારો, NASAએ જાહેર કર્યો વીડિયો

Social Share

અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાએ એક વીડિયો જાહેર કર્યો છે. તેમા એક તારો સૂર્યથી 60 લાખથી વધારે વજનવાળા બ્લેકહોલમાં સમાવિષ્ટ થઈને ચકનાચૂર થતો દેખાઈ રહ્યો છે. આ તારાને બ્લેક હોલે પોતાની તરફ ખેંચીને ટુકડામાં વિભાજીત કરી દીધો હતો. વૈજ્ઞાનિકો પ્રમાણે, આ બ્રહ્માંડીય ઉથલ-પાથલને ટિડલ ડિસ્રપશન કહે છે. આ વિનાશકારી ખગોળીય ઘટનાને નાસાના ઉપગ્રહ ટ્રાંઝિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઈટ એટલે કે ટેસ, નીલ ગેહરેલ્સ સ્વિફ્ટ વેધશાળા અને અન્ય સંયંત્રોની મદદથી જોવામાં આવ્યો છે.

નાસાએ કહ્યુ છે કે દર 10 હજારથી એક લાખ વર્ષોમાં બ્રહ્માંડમાં જ્વારીય વિઘટન (ટિડલ ડિસ્રપશન)ની ઘટના થાય છે. અત્યાર સુધીમાં માત્ર 40 આવી ઘટનાઓ જોવા મળી છે. અભ્યાસના મુખ્ય લેખક કેલિફોર્નિયાની કાર્નેગી વેધશાળાના થોમસ હોલોઈને કહ્યુ છે કે ટીઈએસએસની મદદથી જોઈ શકાય છે કે ASAS-SN-19BT નામની આ ઘટના વાસ્તવમાં ક્યારે શરૂ થઈ, જેને આપણે પહેલા ક્યારેય જોઈ શક્યા નથી. હેલોઈન પ્રમાણે, ઓલ સ્કાઈ ઓટોમેટેડ સર્વે ફોર સુપરનોવા (ASAS-SN)થી જ્વારીય વિઘટનની ઓળખ કરવામાં આવી છે. તેના કારણે આપણે પ્રારંભિક દિવસોમાં મલ્ટી વેવલેન્થને સક્રિય કરીને ખગોળીય ઘટનાને જોવામાં સફળ થયા. તેને સમજવા માટે પ્રારંભિક આંકડા મહત્વના સાબિત થશે.

એસ્ટ્રોફિઝિકલ જર્નલમાં પ્રકાશિત સંશોધન પ્રમાણે, આ બ્લેક હોલ ‘2MASX-J-07001137-6602251’ આકાશગંગાની વચ્ચે છે. આ ગેલેક્સીથી લગભગ 37.50 કરોડ પ્રકાશ વર્ષ દૂર છે. તૂટેલા આ તારાનો આકાર આપણા સૂર્ય જેટલો હોવાની શક્યતા છે. નાસા પ્રમાણે, આ ખગોળીય ઘટનાની શોધ 29 જાન્યુઆરીના વિશ્વભરમાં ફેલાયેલા 20 રોબોટીક દૂરબીનોવાળા એએસએએસ-એસએન નેટવર્કની મદદથી કરવામાં આવી છે. તેનું મુખ્યમથક અમેરિકાની ઓહાયો સ્ટેટ યૂનિવર્સિટીમાં છે. નાસાએ કહ્યું છે કે જ્યારે હોલોઈનનું નેટવર્કને દક્ષિણ આફ્રિકામાં રહેલા ઉપકરણથી ઘટનાની જાણકારી મળી, તો તેમને ચિલીના લાસ કેમ્પસનાસના બે રોબોટિક દૂરબીનોના બ્રહ્માંડમાં થઈ રહેલી આ ઘટનાના વાસ્તવિક સ્થાનની જાણકારી મેળવવાના કામમાં લગાવ્યા. તો, તેમણે આખી ઘટના પર નજર રાખવા માટે અન્ય એજન્સીઓની પણ મદદ લીધી હતી.

ટીઈએસએશએ પહેલીવાર આ ખગોળી ઘટનાને 21 જાન્યુઆરી, 2019ના રોજ રેકોર્ડ કરી હતી. સંશોધનના સહલેખક અને નેશનલ સાયન્સ ફાઉન્ડેશનમાં સ્નાતક શોધકર્તા પેટ્રિક વોલેલીએ કહ્યુ છે કે ASAS-SN-19BTની ચમક એકદમ સ્પષ્ટ હતી. આ ઘટનાની જ્વારીય વિઘટન સ્વરૂપે ઓળખ કરવામાં મદદ મળી. હોલોઈનની ટીમે જણાવ્યુ છે કે દૂરબીનની મદદથી જે પ્રકાશની જાણકારી મળી, તેનું તાપમાન માત્ર કેટલાક દિવસોમાં 40 હજાર ડિગ્રીથી ઘટીને 20 હજાર ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું. તેમણે જણાવ્યુ છે કે પહેલીવાર જ્વારીય વિઘટન દરમિયાન આટલા ઓછા સમયમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે સૈદ્ધાંતિક રીતે આની જાણકારી પહેલેથી જ હતી.