Site icon Revoi.in

કોરોના વેક્સિનેશન: આગામી મહિનાથી 50 વર્ષથી વધુ ઉંમરના લોકોનું થશે વેક્સિનેશન

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની કુલ સંખ્યા 1,09,16,589 થઇ છે. ભારતમાં અત્યારસુધી કોરોના વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત 82,85,295 લોકોનું વેક્સિનેશન થયું છે. કોરોના વેક્સિનેશનને લઇને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને અગત્યની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, કોવિડ-19 વેક્સિન તૈયાર કરવામાં 18-19 કંપનીઓ સક્રિય છે. તેઓ પરીક્ષણના વિવિધ તબક્કામાં છે.

તેમણે જણાવ્યું હતું કે આગામી 2-3 સપ્તાહમાં 50 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે કોવિડ વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવશે. હર્ષવર્ધને કહ્યું કે કોવિડ-19 વેક્સિનને લઇને 18-20 કંપનીઓ કાર્યરત છે અને તેઓ પરીક્ષણના વિવિધ તબક્કામાં છે. તેમણે કહ્યું કે ભારત 20-25 દેશોને વેક્સિન પહોંચાડશે.

હર્ષવર્ધનને વેક્સિન સંબંધિત અફવાઓ ફગાવતા કહ્યું કે સાર્વજનિક રસી સુરક્ષિત અને અસરકારક છે. તેમણે કહ્યું કે ગત સાત દિવસોમાં દેશના 188 જિલ્લાઓમાં કોવિડ-19નો કોઈપણ નવો કેસ સામે નથી આવ્યો જ્યારે 21 જિલ્લાઓમાં 21 દિવસથી કોઈ નવો કેસ નથી સામે આવ્યો. હર્ષવર્ધને લોકોને કોવિડ સંબંધિત યોગ્ય વ્યવહાર અનુસરવાનું પણ કહ્યું હતું.

તેમણે કહ્યું,’એ મહત્વપૂર્ણ છે કે કોવિડ સંબંધિત ઉચિત વ્યવહારનું પાલન કરતા રહો. જેને હું વાસ્તવિક વેક્સિનેશનની સાથે જ સામાજિક વેક્સિનેશન પણ કહું છું.’ નોંધનીય છે કે ભારતે દેશમાં ઈમર્જન્સી ઉપયોગ માટે ભારત બાયોટેક અને ઓક્સફોર્ટ એસ્ટ્રેજેનેકા દ્વારા વિકસિત રસીને મંજૂરી આપી છે.

(સંકેત)